National

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો ખાઈમાં પલટી જતા 7ના મોત

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલ્લુમાં (Kullu) એક દર્દનાક માર્ગ અકસ્માત (Accident) થયો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં રવિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. પ્રવાસીઓથી ભરેલો ટેમ્પો (Tempo) ટ્રાવેલર ખાઈમાં પડી જતાં તેમાં સવાર સાત લોકોના મોત (Death) થયા હતા જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને (Injured) પહેલા બંજાર હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમને કુલ્લુ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

બંજરના બીજેપી ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ લગભગ 12:45 વાગ્યે ફેસબુક લાઈવ કરીને અકસ્માતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ટ્રાવેલરમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી જેવા અનેક રાજ્યોના મુસાફરો હતા. ધારાસભ્યએ કહ્યું કે મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. અંધારું હોવા છતાં બચાવ કામગીરી હાથ ધરવા બદલ તેમણે જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો.

અંધારામાં ત્રણ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું
બંજર વિધાનસભા ક્ષેત્રના ઘિયાગીમાં હાઈવે-305 પર જલોડા પાસે રવિવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. 11:35 કલાકે બચાવ કામગીરી પુરી થઈ હતી. મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ઘાયલ 10માંથી 5 ઘાયલોને કુલ્લુની ઝોનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે 5ની બંજરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બિયાસ નદીમાં કાર પડતાં બે પ્રવાસીઓનાં મોત
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં 22 સપ્ટેમ્બરે એક મોટો અકસ્માત થયો હતો. શહેરથી છ માઈલ નજીક ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર એક વાહન રોડ પરથી ઉતરીને બિયાસ નદીમાં પડી ગયું. કારમાં 3 લોકો સવાર હતા. જેમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય એક મુસાફર ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

ઘાયલોને મંડીની ઝોનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકો ગુરદાસપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય લોકો મનાલીમાં ફર્યા બાદ પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત ગુરુવારે મોડી સાંજે પંડોહના છ માઇલમાં ચંદીગઢ-મનાલી NH 21 પર થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને પ્રવાસીઓ ચંદીગઢ અને ગુરદાસપુરના રહેવાસી હતા. તેમની ઓળખ પ્રતિક સબરબલ અને હર મોર સિંહ સંધુ તરીકે થઈ હતી.

Most Popular

To Top