Vadodara

શહેરના માણેજામાં ડિલિવરી બોયની ગાડીમાંથી 63 હજારની મતા ચોરાઇ

વડોદરા: શહેરના માણેજા વિસ્તારમાં અનાજ કરીયાણાની ડિલિવરી સમયે અજાણ્યો શખ્સ તકનો લાભ ઉઠાવીને ગાડીમાંથી કલેક્શનના રોકડા રૂપિયા 59,900 ભરેલું પર્સ તથા 3000 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 62,900ની મતા ચોરી કરી નાસી છૂટયા હોવાનો બનાવ મકરપુરા પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ગોરવા વિસ્તારમાં રહેતો સમીર યુનુસભાઇ રાણા રણોલી ફાટક પાસે આવેલી ઉડાન કંપની ખાતે અનાજ કરીયાણાની ડિલિવરીનું કામ કરે છે. ૯મી સપ્ટેમ્બરના રોજ તે પોતાની પીકઅપ બોલેરો ગાડીમાં માલસામાન ભરી ડીલીવરી કરવા માટે નીકળ્યો હતો. તે દરમ્યાન માણેજા આત્મીય કોમ્પલેક્ષ ખાતે કરિયાણાની ડિલિવરી સમયે ગાડી લોક કરવાનું ભૂલી ગયા હતા. દરમિયાન ડિલિવરી સમયે પાર્ક કરેલ ગાડીને લોક કરવાનું ભૂલી ગયા હોવાનો લાભ ઉઠાવી કોઈ  અજાણ્યો ગઠિયો રોકડ રૂ 59,900 હજારની મત્તા ભરેલું પર્સ તથા 3000નો મોબાઇલ ફોન મળી કુલ 62,900ની મત્તા ચોરી કરી નાસી છૂટયો હતો.

Most Popular

To Top