Vadodara

ATMમાંથી 61 વખત ટ્રાન્ઝેકશન કરી ભેજાબાજે 10 લાખ કાઢી લીધા

વડોદરા : એક રાતમા કાર્ડ દ્વારા 61 વખત ટ્રાન્ઝેક્શન કરી ને નાણાં કાઢી લીધા. એટીએમમાં મધરાત્રે ત્રાટકેલા ભેજાબાજ તસ્કરોએ આયોજન બદ્ધ રચેલા કાવતરા થી 61 વખત કાર્ડ નો ઉપયોગ કરીને દસ લાખ રૂપિયા રોકડા સાથે પલાયન થઈ ગયા હતા. માંજલપુરના સાકાર કોમ્પલેક્ષમાં આવેલ બેન્ક ઓફ મહારાષ્ટ્ર માં આઠ માસથી મેનેજર પદે ફરજ બજાવતા પ્રગતિ સિંગે નોંધાવેલા ગુના માં જણાવ્યું હતું કે ભોજપુરી સામે આવેલી બેંકમાં એટીએમ મશીન મુકવામાં આવેલ છે મશીનમાં ૧૨ લાખ રૂપિયાથી ઓછા રૂપિયા હોય હીરો કી ઈ-મેલ દ્વારા જાણ કરાય છે ત્યારબાદ બેંક મેનેજર ડેપ્યુટી બેંક મેનેજર અને એશિયા સહિતના ની હાજરીમાં એટીએમ નું શટર બંધ રાખીને 500 રૂપિયાની કેસ નોટ લોડ કરી ને લોક કરીએ છે. બેંકના મશીનના એસ ડિપોઝિટ ની પણ વ્યવસ્થા છે અને તમામ બે ગ્રામ એટીએમનો ઉપયોગ થવાથી નાણાં મેળવવાની સગવડ મળી રહે છે. 21 તારીખે બેંક બંધ થઇ ત્યારે એટીએમ મશીનમાં બાર લાખ રૂપિયા કેસ હતી તારીખ ૨૩મી કસ્ટમરે મેનેજરને જાણ કરી કે મશીનમાંથી નાણાં નીકળતા નથી.

બેંક સત્તાવાળાઓએ મશીન ચેક કરતા મશીન ચાલુ હોવા છતાં રૂપિયા નીક્ળતા ન હતા. અને બેંકની કાઉન્ટર સ્લીપમાં 11.14.700 રૂપિયા બેલેન્સ બતાવતું હતું. એટીએમ ની સ્લીપ માં માત્ર 1.14.700 રૂપિયા જ બેલેન્સ જણાતા બેંક સત્તાવાળા ચોંકી ઊઠયા હતા.  તપાસ દરમિયાન તારીખ 22 અને 23ના રોજ ત્રણ કાર્ડ દ્વારr તબક્કાવાર 61 વખત ટ્રાન્ઝેક્શન કરી ને 10 લાખ ની રોક્કડ કાઢી લીધી હતી. જેના આધારે સીસીટીવી ફૂટેજ ચકાસતા એકથી વધુ અજાણ્યા ઇસમો 22 તારીખે રાત્રે 09:00 થી 11.45ના સમયગાળામાં હાથ અજમાંવતા નજરે પડ્યા હતા. નાણાં કાઢ્યા બાદ કપડા બદલવા બહાર જઈને પરત અંદર આવતા હતા અને યાત્રિક ખામી સર્જીને ચોરી કરતા હોવાનું ફૂટેજમાં સ્પષ્ટ જણાતું હતું. બેંક મેનેજરે કાઉન્ટર ક્લિપો સીસીટીવીના ફૂટેજ તથા નોટોના નંબર વાળું લીસ્ટ સહિતના પુરાવા સાથે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ટેકનિકલ સોર્સીસ ના આધારે તસ્કર ટોળકી શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top