Gujarat Main

ગુજરાતના 3 શહેરોની 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી, સુરતના આ વિસ્તારનો હવે ટીપીના નિયમો મુજબ વિકાસ થશે

ગાંધીનગર: ગુજરાતના (Gujarat) શહેરોની વિકાસ (Development) વૃધ્ધિની દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વધુ એક કદમ ઉઠાવ્યું છે. રાજ્યના 3 શહેરોની (City) 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને (Town Planning Scheme) મંજૂરી (Permission) છે. અમદાવાદની (Ahmedabad) એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ અને બે ફાઇનલ ટીપી સ્કિમ, સુરતની (Surat) એક પ્રિલિમિનરી ટીપી સ્કિમ તથા એક ફાઇનલ (Final) ટીપી સ્કીમ અને વડોદરાની એક ડ્રાફ્ટ ટીપી સ્કિમને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજુર કરેલી બે પ્રિલિમિનરી ટીપી સ્કીમમાં અમદાવાદમાં ઔડા અંતર્ગત ટીપી સ્કીમ નં. ૪૨૯ (ગોધાવી-મણીપુર) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની (Surat Municipal Corporation) ટીપી સ્કીમ નં. ૭૧ (વડોદ) નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી એક ડ્રાફ્ટ (Draft) ટીપી સ્કીમમાં વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ટીપી સ્કીમ નં. ૪૩ (ઉંડેરા-અંકોડીયા) નો સમાવેશ થાય છે.

જે ત્રણ ફાઇનલ ટીપી સ્કિમ મંજૂર કરી છે તેમાં સુરતની ટીપી સ્કિમ નં. ૨૬ (સિંગણપોર) અને અમદાવાદની ટીપી સ્કિમ નં. ૪-એ(સાણંદ) તેમજ સ્કિમ નં. ૯૪(હાથીજણ-રોપડા) છે. વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૪૩ મંજૂર થવાથી ૨૨.૧૮ હેક્ટર જમીન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની પ્રિલિમિનરી ટીપી સ્કીમ નં. ૪૨૯ મંજૂર થવાથી ૫૫.૪૭ હેક્ટર જમીન અને સુરત મ.ન.પા.ની પ્રિલિમિનરી ટીપી સ્કિમ નં. ૭૧ મંજૂર થવાથી ૧૫.૮૩ હેકટર જમીન પ્રાપ્ત થશે.

મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમોની મંજૂરી આપતા સંપ્રાપ્ત જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે. તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ વેગવંતો રાખવાનો રાજ્ય સરકારનો સંકલ્પ સાકાર કર્યો છે

Most Popular

To Top