અમદાવાદ: યુક્રેનથી (Ukraine) પરત ફરેલા 6 વિદ્યાર્થીઓ સુરત (Surat) પહોંચ્યા છે. સુરતના સર્કિટ હાઉસ ખાતે વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી ગુજરાત (Gujarat) ફરતા અને તેમના પરિવારને જોતા જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. માતા પિતા તેમની દીકરીને ગાડીમાંથી ઉતરતાની સાથે જ તેની ભેટીને હર્ષના આંસુ જોવા મળ્યા હતા. યુદ્ધની (War) પરિસ્થિતિમાંથી પરત ફરેલા પોતાના દીકરી દિકરાને જોતા જ વાલીઓના આંખમાં અશ્રુધારા જોવા મળી હતી.
પરત ફરેલા વિદ્યાર્થીના માતા પિતાએ જણાવ્યું કે જ્યારે અમને ખબર પડી કે તેઓ પરત ફરી રહ્યા છે ત્યારે અમે રાહતોનો શ્વાસ લીધો હતો. તેમણે કહ્યું કે આખી રાત તેમની રાહ જોતા હતા ક્યારે સવાર થાય અને ક્યારે અમારી પુત્રીને અમારા દીકરાને જોઈ શકીએ. અમે અમારા સંતાનોને જોવા માટે આતુર હતા હવે જ્યારે તેઓ સુરત ખાતે પહોંચી ગયા છે ત્યારે અમે નિશ્ચિંત થયા છીએ. અમે એવું ઈચ્છીએ છીએ કે દેશના તમામ બાળકો કે જેઓ ત્યાં ફસાયા છે તેમને ઝડપથી પરત લાવવામાં આવે.
ફસાયેલા વિદ્યાર્થીઓને પોલેન્ડ શહેરમાં જવા દીધા નહી
ધ્વનિ પટેલે નામના એક વિદ્યાર્થીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્યાંની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. અત્યારે અમારા અનેક મિત્રો ત્યાં હજી પણ ફસાયેલા છે. અને અમને તેમની ચિંતા થાય છે. તેમને ઝડપથી લાવવા જોઈએ કારણ કે તેમની પાસે અત્યારે એવી કોઈ સુવિધા નથી. ત્યાં વિદ્યાર્થીઓ પાસે અત્યારે ખાવા પીવાની પણ કોઈ વ્યવસ્થા નથી અમે જ્યારે તેમની સાથે છેલ્લી વખત વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે પોલેન્ડમાં પણ તેમને શહેરથી અંદર આવવા દેવામાં આવ્યા ન હતા.
હજારો વિદ્યાર્થીઓ હજી ફસાયેલા છે
વિદ્યાર્થીઓ પતન વતન ફરવા માટે કલાકો સુધી રસ્તા ઉપર ચાલીને બોર્ડર સુધી પહોંચ્યા હતા. બીજી તરફ કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જેઓ હજી પણ યુનિવર્સિટીની હોસ્ટેલોમાં રોકાયા છે. તો કેટલાય વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસથી બંકરની બહાર નીકળી શક્યા નથી. હજારો ભારતીય વિદ્યાર્થીઓ હજી પણ ત્યાં છે અને ત્યાંની સ્થિતિ ખૂબ જ આક્રમક થઈ રહી છે. જે વિદ્યાર્થીઓ ઘરે પરત નથી ફર્યા તેમના માતા-પિતાને પણ ખૂબ તેમની ચિંતા થઈ રહી છે.