National

ભારત-મ્યાનમાર સરહદ પર ભૂકંપ: 6.3ની તીવ્રતા સાથે દેશના આટલા રાજ્યો ધ્રુજી ઉઠ્યા

શુક્રવારની (Friday) વહેલી સવારે ભારત-મ્યાનમાર (India myanmanr ) બોર્ડર (Border) પર ધરતી ધ્રુજી ઉઠી હતી. અહીં 6.3ની તીવ્રતાના ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. બાંગ્લાદેશના (Bangladesh) ચટગાવમાં 175 કિલોમીટર પૂર્વમાં ધરા ધ્રુજી હતી. યુરોપીય (Europe) ભૂમધ્ય ભૂકંપ કેન્દ્ર દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. ભૂકંપની અસર ભારતમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને આસામમાં અનુભવાઈ હતી. આ ઉપરાંત ઉત્તરપૂર્વીય રાજ્ય મિઝોરમમાં પણ ભૂકંપ અનુભવાયો હોવાનું જાણવા મળ્યું છે.

EMSCના સૂત્રો અનુસાર 5 થી 5.30 વચ્ચે આ ભૂકંપ આવ્યો હતો. બાંગ્લાદેશના ચટગાંમથી 175 કિમી પૂર્વમાં 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપના ચાલતા કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. બીજી તરફ નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર મિઝોરમના થેનવોલથી 73 ક્યાંક દૂર દક્ષિણ- પૂર્વમાં 6.1 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.

આ અગાઉ આસામના સૌથી મોટા શહેર ગુવાહાટી સહિત રાજ્યના અનેક ભાગોમાં શનિવારે બપોરે 4.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના આંકડા અનુસાર ભૂકંપના કેન્દ્ર કામરુપ જિલ્લામાં 10 કિલોમીટરની ઉંડાઈ પર હતો. રાતે 1 વાગીને 12 મિનટ પર ભૂકંપનો આંચકો ગુવાહાટી અને આસાપાસના વિસ્તારમાં અનુભવાયો હતો. આનાથી કોઈ નુકસાનની સૂચના નથી. પૂર્વોત્તરના આ વિસ્તાર ભૂકંપને લઈને સંવેદનશીલ છે. આ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપનો આંચકો અનુભવાય છે. ઉલ્લેખનીય છે કે 28 એપ્રિલે પણ રાજ્યમાં 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેને અનેક બિલ્ડિંગોને નુકસાન પહોંચાડ્યુ હતુ.

Most Popular

To Top