World

ભરઆકાશે સેક્સ કરવાના અભરખા ભારે પડ્યા…!

સ્કાયડાઇવીંગ કરતી વખતે જાત જાતના સ્ટંટ કરવાનું ચલણ કેટલાક વર્ષોથી પશ્ચિમી દેશોમાં ખૂબ વધી ગયું છે. પરંતુ એક અમેરિકન યુગલે તો આમાં હદ વટાવી દીધી હતી અને તેમણે સ્કાયડાઇવીંગ કરતી વખતે ભરઆકાશે સંભોગ કરવાનું નક્કી કર્યું હતું! વિલિયમ અને લેસ્લી નામના આ યુગલે જો કે થોડા વર્ષ પહેલા આ સાહસ કર્યું હતું પરંતુ તેની વિગતો હાલમાં ચર્ચાતી થઇ છે.

તેમણે પોતાના આ ભરઆકાશે સંભોગની વાત ટીએસીના સેક્સ સેન્ટ મી ટુ ઇઆરના ૨૦૧૪ના એક એપિસોડમાં કહી હતી જે હાલમાં ઓનલાઇન સપાટી પર આવી છે. આ બંનેએ તે સમયે ઢીલા શોર્ટ્સ પહેર્યા હતા.

તેમણે વિમાનમાંથી પેરાશૂટ સાથે જમ્પ માર્યો પછી ભરઆકાશે સંભોગ કરવા માટે પોતાના શોર્ટ્સ ખોલ્યા પણ ખરા પરંતુ વિલિયમનું પેરાશૂટ બરાબર ખૂલ્યું જ નહીં અને તે જમીન તરફ ધસવા માંડ્યો અને જોસભેર પટકાયો અને તેનું નાક ભાંગી ગયું! લેસ્લી કહે છે કે વિલિયમને મેં જમીન પર પટકાતો જોયો તો મને લાગ્યું કે તે મરી જ ગયો હશે પરંતુ સદભાગ્યે તે જીવતો હતો અને તેના ચહેરામાંથી લોહી નીકળતું હતું. તેને હોસ્પિટલ લઇ જવો પડ્યો અને થોડા દિવસની સારવાર બાદ વિલિયમને રજા અપાઇ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top