Vadodara

નવલી નવરાત્રીમાં 5200 સુરક્ષાકર્મીઓ ગરબા સ્થળે તૈનાત રહેશે

વડોદરા: ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલ સંપન્ન થયું હતું તેવી જ રીતે નવલી નવરાત્રી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસ કમિશનર અનુપમસિહં ગેહલોત દ્વારા એક્શન પ્લાન બનાવી લેવામાં આવ્યો છે જેમાં નોરતાના 9 દિવસ સુધી ઉચ્ચ અધિકારીઓ સહિત 5200 પોલીસ જવાનો તૈનાત કરાશે. જ્યાર સુધી ગરબા ચાલશે ત્યાં સુધી પોલીસ કર્મીરો ફરજ બજાશે. સંસ્કારીનગરી વડોરામાં ભાર ધામધૂમથી નવરાત્રીનો ઉજવણી કરાતી હોય છે. જેમાં ખેલૈયાઓ અગાઉથી તૈયારીઓ કરી દેતા હોય છે.

તેવી જ રીતે ગરબાના આયોજકો પણ ગરબા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય  માટે સારામાં ગરબા ગ્રૂપ સારા કલાકારો સાથે સુપર આયોજન કરવા સાથે નવરાત્રીમાં ધૂમ ખર્ચો પણ કરતા હોય છે.  વડોદરા શહેરમાં નાના માટો મળી વિવિધ વિસ્તારમાં 27 સ્થળ પર ગરબાનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ સહિતના મોટેરાઓ પણ ગરબે ઘુમવા માટે આવતા હોય છે. સાથે નાની વયની બાળકીઓ પણ પોતાના ઉત્સાહ સાથે ગરબામાં ભાગ લેતી હોય છે. ત્યારે નવરાત્રી દરમિયાન ગરબાના સ્થળ પર કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગોતરુ આયોજન કરી નાખવામાં આવ્યું છે.

ગરબા મહોત્સવ દરમિયાન કોઇ તત્વો દ્વારા અટકચાળ કરવામાં ના આવે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિત પોલીસ કર્મી અ્ને હોમગાર્ડના 4 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો 1200 મળી 5200 જવાનો નવરાત્રીના 9 દિવસ દરમિયાન ખડે પગે ફરજ બજાવશે. ગરબાના સ્થળ પર કોઇ બાળક મહિલા સહિતના ગુમ થઇ જાય તો પોલીસ તેમની મદદ આવી ઉભા રહેશે અને તેમને સહીસલામત રીતેને ઘરે પહોંચાડશે.

પોલીસ વિભાગ સતત બાજ નજર રાખશે
નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ તહેવાર શાંતિમય રીતે પૂર્ણ થાય અને નગરજનો સલામતીની અનુભૂતિ કરે તે માટે પોલીસ વિભાગ સતર્ક છે. અને સતત નવરાત્રી દરમિયાન પોલીસની બાજ નજર રહેશે. સૌહાર્દપૂર્ણ  વાતાવરણમાં આ તહેવાર સંપન્ન થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે પણ ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અને અમારી શી ટીમ પણ સતત ગરબા ગ્રાઉન્ડમાં રહેશે. ત્યારે શહેરીજનોને પણ અપીલ છે કે શાંતિમય રીતે આ તહેવારની ઉજવણી કરે. અને ગરબા આયોજકોને ગાઇડલાઈનનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.      – અનુપમસિંહ ગેહલોત, પોલીસ કમિશ્નર,વડોદરા

નવરાત્રીના નવ દિવસ સુધી 22 ટીમો ગરબાના મેદાન પર ટ્રેડિશનલ ડ્રેસમાં જ્યારે અન્ય 22ની ટીમ પેટ્રોલિંગ કરશે
વડોદરા શહેરમાં કોઇ ધાર્મિક તહેવાર આવે ત્યારે પોલીસ તુરંત એક્શનમાં આવી જતી હોય છે. તેમાં મહિલાઓની મદદે આવતી શી ટીમ કેવી રીતે બાકાત રહી જાય. આ વર્ષ નવરાત્રી દરમિયાન શી ટીમ દ્વારા પણ અનેરુ આયોજન કરાયું છે. નવરાત્રીના નવ દિવસ સુધી ગરબાના સ્થળ પર કોઇ મહિલા, યુવતી કે બાળકી સહિત કોઇની પણ હેરાન ગતિ ના કરે માટે શી ટીમના કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા સ્થળ પર હાજર રહેશે. જેમાં આખા શહેર માટે 44 ટીમ કાર્યરત કરાશે જેમાં 22 ટીમો ગરબાના મેદાન પર ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહેશે.જ્યારે અ્ન્ય 22 ટીમો પેટ્રોલિંગની કામગીરી ફરજ બજાશે.  – રાધિકા બારાઇ, એસીપી

  • ગરબા મહોત્સવમાં આયોજકોએ તકેદારી રાખવા પોલીસની ગાઇડલાઇન
  • # ગરબાનું આખું સ્થળ પાર્કિંગ સુધી સીસીટીવી કેમેરાથી કવર કરવું
  • # ગરબાના સ્થળે મેડીકલ કીટ મેડીકલ ટીમ રાખવાની રહેશે.
  • # ગરબાના સ્થળે નાગરીકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને સતત એનાઉન્સમેંટ કરવાનું રહેશે, ગરબામાં બ્રેક પડે ત્યારે PA સિસ્ટમથી સુરક્ષા બાબતે સમજ પણ આપવાની રહેશે,
  • મેડીકલ ઈમરજન્સી માટે વોલેન્ટિયર્સ રાખવાના રહેશે અને તેમને CPRની તાલીમ ફરજીયાત
  • ગરબાના સ્થળે પાણી, oxygen, ORS સહીતની ચીજવસ્તુ ઉપલબ્ધ રાખવી
  • ગરબાના સ્થળે એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવાની રહેશે.
  • જાહેર જગ્યામાં જોઈ શકાય તે રીતે 181 અભયમ તથા શી ટીમનો સ્ટોલ તથા બેનર ફરજીયાત લગાવવું
  • ગરબા સ્થળે ઈમરજન્સી માટે ટ્રાફિક કોરીડોર બનાવવો અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવુ
  • ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકોએ ફાયર ફાઈટર રાખવા
  • ગરબાના સ્થળે ઈમરજન્સી લાઈટ અને જનરેટરની વ્યવસ્થા રાખવાની રહેશે.
  • એમબ્યુલન્સ જઈ શકે તે માટે ઈમરજન્સી ગેટ અને તેનો ઉપયોગ ઈમરજન્સી વખતે કરવાનો રહેશે
  • ગરબા સ્થળે ચેકીગ વ્યવસ્થામાં પ્રાઈવેટ સીક્યુરીટી એજન્સીનો ઉપયોગ કરવો જેમાં મહીલાઓનું ચેકીંગ માટે ફકત મહીલા સીક્યુરીટી ગાર્ડ  રાખવા
  • યોગ્ય પાર્કીંગ વ્યવસ્થા કરવી અને વ્યવસ્થા માટે પ્રાઈવેટ સીક્યુરીટી ફોર્સ રાખવી
  • મોટા ગરબામાં લોકોની મદદ માટે પોલીસ હેલ્પ ડેસ્ક માટે એક સ્ટોલ આયોજકોએ બનાવીને આપવાનો રહેશે.
  • ઈમરજન્સી એકઝીના બોર્ડ સ્પષ્ટ રીતે જોઈ શકાય તે રીતે લગાડવાના રહેશે જેમાં લાઈટ રેડીયમનો ઉપયોગ કરવાનો રહેશે, અને ગરબામાં એક દરમિયાન પબ્લિક એડ્રેસ સિસ્ટમથી એની જાહેરાત કરતા રહેવાની રહેશે.
  • ગરબાના સ્થળ ઉપર કોઈ પણ કેફી પદાર્થો કે દ્રવ્યો લાવી શકાશે નહીં. તેમજ જવલનશીલ પદાર્થો પણ લાવી શકાશે નહી.
  • આ સિવાય વખતોવખત સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ સુચનાઓ તેમજ પોલીસ વિભાગ તથા અન્ય ખાતાના વિભાગો દ્વારા આપવામાં આવેલ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશ.

Most Popular

To Top