સંતાનો અભ્યાસ સાથે જીવન જીવવાની આવડત મેળવતાં જાય તે માટે મા-બાપ કાળજી લે છે. બાળક શાળા અને ટયુશન ઉપરાંત પોતાના સ્વાસ્થ્ય માટે થઈ સરખું ખાય-પીવે અને રમે તે માટે વાલીઓ ચિંતિત હોય છે. ભણતરની સાથોસાથ વિદ્યાર્થી સંગીત, ચિત્રકામ, ભરતગૂંથણની કલામાં માહિર થાય તો સહુને ગમે છે. બાળક સાઇકલ ચલાવતું થાય, પાણીમાં તરતાં શીખે અને કમ્પ્યૂટર અને ફોટોગ્રાફી શીખે તેમજ ૧૫-૧૬ વર્ષ પછી કિશોર-કિશોરી મા- બાપને ઘરકામમાં મદદ કરતાં થાય તો કુટુંબમાં પ્રસન્નતા વધે છે.
વાલી પોતાના બાળકના સ્વાસ્થ્યવિકાસ માટે પ્રયત્નશીલ હોય છે. તો કોઈ કોઈ પોતાનાં અધૂરાં સ્વપ્નો બાળકના માધ્યમથી પૂરાં કરવાની ગડમથલમાં રહે છે. આમ છતાં બાળકોને કેવી રીતે મોટાં કરવાં અને બદલાતી સામાજિક પરિસ્થિતિ માટે તૈયાર કરવાં તે બાબતે ૫૦ વર્ષ વટાવી ગયેલાં વાલીઓમાં ઝાઝી શંકા કે ડર હોતાં નથી. પરંતુ ‘‘લાઇફ બિગિન્સ એટ ફૉર્ટિ’’ એવી અંગ્રેજી રહન-સહનમાં સરકી જનાર વડીલો કયારેક ભૂલી જાય છે કે ભારતીય સંસ્કૃતિમાં ૧૬ વર્ષનાં સંતાનોને માતા-પિતાનાં મિત્રો ગણ્યાં છે. વ્યક્તિ ૫૦ વર્ષ વટાવી વનપ્રવેશના ક્ષેત્રમાં પહોંચે છે ત્યારે સંતાનો યુવાન બની જાય છે.
રિટાયરમેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂકયું હોય છે. આંખે બેતાળાં આવ્યાં હોય છે અને દાંતે કળતર ચાલુ થઈ હોય છે. કયારેક ડાયાબિટીસ તો કયારેક બ્લડપ્રેશરની દહેશત ડોકા દે છે. આમ છતાં કેટલાંક લોકો માને છે કે હજુ પૈસા ભેગા કરવા અને સંપત્તિ વિસ્તારવાનું કામ બાકી છે. ધંધા રોજગારને અમુક ઊંચાઈએ પહોંચાડવાનું બાકી છે. નોકરીમાં પ્રમોશન મેળવવાનું બાકી છે. સમય સાથે શારીરિક સ્થિતિમાં બદલાવ આવે છે. સામાજિક સંદર્ભોમાં પણ બદલાવ આવતો હોય છે. આમ છતાં જીવનના પરિવર્તનને ન સ્વીકારનાર, સમજણશક્તિમાં કંઈક અંશે બાળક જેવાં મા-બાપ માટે યુવાન વયે પહોંચેલાં સંતાનોને કાળજી લેવી પડે છે અને આવા પીઢ યુવકો પોતાનાં મા-બાપ પાસે થોડી અપેક્ષા રાખે છે અને કહે છે કે અમારાં મા-બાપની ઉંમર ૫૦થી વધુ થઈ હોવાથી અમે આશા રાખીએ કે તેઓ પોતાના નિજી જીવનમાં અને રોજબરોજના વર્તનમાં બદલાવ લાવે. આવું પરિવર્તન એટલે…
(૧) ૫૦ વર્ષ પૂરાં કરનાર માતા-પિતાનાં યુવાન સંતાનો ઇચ્છે છે કે પોતાનાં માતા-પિતા દર મહિને એકાદ સારું પુસ્તક વાંચે અને ઘરમાં તેની વાત કરે.
(૨) માતા-પિતા વર્ષે એકાદ વખત પ્રવાસન સ્થળે એક અઠવાડિયું સાથે ગાળે.
(૩) અઠવાડિયામાં એક દિવસ ફળ અને શાકભાજી આરોગી ઉપવાસ કરે અને ઉપવાસના દિવસે મૌન પાળે.
(૪) રેસ્ટોરન્ટ કે ફિલ્મમાં એકલાં જવાનું ટાળે અને જવું પડે તેમ હોય તો ઘરના સભ્યોને પણ સાથે લઈ જાય.
(૫) ટેલિવિઝન ઉપર કાર્યક્રમ જોવામાં કે રેડિયો કાર્યક્રમ સાંભળવામાં પોતાની પસંદગીને આગળ કરવાના બદલે ઘરનાં સભ્યોની રુચિ સાથે જોડાય.
(૬) સવારનું છાપું પહેલાં પોતે જ વાંચશે તેવો આગ્રહ છોડી ઘરનાં સભ્યોને અનુકૂળ થવાનું રાખે.
(૭) ચટાકેદાર ગરમાગરમ ખાણાંનો આગ્રહ છોડી ઓછા તેલ-મસાલા સાથેનું ભોજન લેવાનું રાખે.
(૮) અવકાશના સમયે ભારતીય સંગીત સાંભળે.
(૯) રાત્રે વહેલાં સૂવાનું રાખે.
(૧૦) તમાકુ, સિગારેટ, પાન કે દારૂની આદત કે પછી કોઈ પણ પ્રકારના વ્યસનથી મુક્ત થાય.
(૧૧) ઘરની સફાઈ, સજાવટ અને સાધનોની ખરીદીમાં દુરાગ્રહ રાખી
(૧૨) ઘરકામમાં શરીરશક્તિ અનુસાર મદદરૂપ થાય.નિર્ણય ન લે.
(૧૩) ઘરનાં અન્ય સભ્યોને મિત્રભાવે સલાહ આપે અને યુવાનોના ચરિત્ર ઉપર ભરોસો રાખે.
(૧૪) રાત્રે સૂતાં પહેલાં ૧૫ મિનિટ ઈશ્વરસ્મરણ કરે અને સવારે ઊઠીને ૧૫-૨૦ મિનિટ પ્રાણાયામ અને વ્યાયામ કરવાનો ક્રમ નિયમિતપણે પાળે.
(૧૫) સંતાનોનાં મિત્રો અને તેમના જીવનસાથીની પસંદગીમાં પોતાના ખ્યાલોને વળગી ન રહે.
(૧૬)કપડાં, ઘરેણાં અને મોજશોખ માટેની ચીજવસ્તુ પ્રત્યેનો મોહ ઓછો કરે અને સાદગીપૂર્ણ જીવન જીવવા તરફ ગતિ કરે.
(૧૭) પોતાની ભૂલ હોય તો કબૂલી લેવામાં અને કુટુંબીજનોની ક્ષમા માંગી લેવામાં ક્ષોભ ન રાખે.
(૧૮) પરિવારનાં સભ્યોના જન્મદિવસ અને લગ્નદિવસને યાદ કરે, શુભેચ્છા પાઠવે. તો મૃત્યુ દિવસે નવી પેઢીના વારસદારો પાસે જઈ સાંત્વના આપે.
(૧૯) સુખ-દુઃખના પ્રસંગોમાં કુટુંબીજનોને મદદરૂપ થવા તત્પર રહે.
(૨૦)કોઈ માટે ઘસાઈને ઊજળા થવા ને બીજાને ખપમાં આવી રાજી થવામાં પ્રસન્નતા અનુભવે.
(૨૧)સ્વમાનભેર જીવી શકાય તેટલી મિલકત ઉપર આધાર રાખી વધારાની જવાબદારીમાંથી મુક્ત થાય.
(૨૨) શેષ જીવનના એક મંત્રરૂપે ભાવશે, ફાવશે અને ચાલશેની રીત અપનાવે.
(૨૩) પોતાની સંપત્તિનું વસિયતનામું કરી નાખે.
(૨૪)ઈશ્વર પ્રાર્થના-બંદગીની શક્તિમાં શ્રદ્ધા કેળવે.
સામાજિક જીવન અવિરતપણે ચાલતું રહે તેમ ઇચ્છનાર તમામ નાગરિકે પરિપક્વ વર્તન દાખવી બીજાઓને સ્નેહથી ઉપયોગી થવું જ પડશે. એક સમયે પૈસા કમાવામાં અને સંપત્તિ ખડી કરવામાં જે શક્તિ વપરાતી તે શક્તિ જીવનનાં શેષ વર્ષોમાં નિઃસ્વાર્થ હેતુ સાથે જોડવાથી વૃદ્ધાવસ્થાએ પહોંચતાં-પહોંચતાં જીવન વધુ આનંદિત અને પ્રેમસભર બની રહેશે. આખરે તો માનવદેહની પ્રાપ્તિનું એ જ તો મૂળ લક્ષ છે !!!
પૈસા વિના જીવન ચાલતું નથી એ વ્યવહારુ હકીકત છે, પરંતુ અતિ ધનવાન માણસને પણ મૃત્યુ બાદ રૂપિયા પૈસાના બંડલથી બાળવામાં આવ્યા હોય એવો એક પણ દાખલો સંસારમાં ઉપલબ્ધ નથી. આથી સંતાનોને ધન, પ્રતિષ્ઠા, સુવિધા અને વૈભવનો વારસો સમયસર સોંપો, અન્યથા માનવદેહમાં રહેલ ઐશ્વર્યને દૂર હડસેલી મૂકવાનો વસવસો રહી જશે.
૫૦ વર્ષ પછીનાં ૧૦ વર્ષમાં વ્યક્તિએ પોતાના ધંધા, વ્યવસાય, પદ અને સાંસારિક અવલંબનોથી દૂર થવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. ૬૦થી ૭૦ વર્ષના દસકમાં જીવનને અંતર્મુખ બનાવવા ધગશ રાખવી જોઈએ અને ૮૦ વર્ષ પછી જીવનનું સાંનિધ્ય ઈશ્વર સાથે જોડી જીવનને ગહન ભક્તિ અને ચિંતન તરફ દોરી જવું જોઈએ. પણ આ યાત્રાનો પ્રારંભ તો ૫૦મા વર્ષથી જ થાય.
જાણીતાં ચિંતક શ્રી વિમલાજીએ એક વાર્તાલાપમાં જણાવ્યું હતું, ‘‘સાવધાનતા જીવનને સહજ બનાવે છે. સહજતામાં હળવાશથી જીવાય છે. થાક લાગતો નથી. સંધ્યા ટાણે જીવનની કામનાઓ પૂરી થવામાં હોય, ત્યારે એક પ્રકારનાં સુખ, શાંતિ અને નિરાંતનો અનુભવ થાય છે. આથી વર્તમાનમાં જીવવું, સહજતાથી જીવવું અને આંતરનિરીક્ષણ કરવું. એમ થશે તો પ્રાપ્ત પરિસ્થિતિનો હસતે મોઢે સ્વીકાર કરી શકાશે.’’
જીવન માત્ર સંભાવનાઓ બક્ષે છે. આપણે એ સંભાવનાનું કયા સ્વરૂપે રૂપાંતર કરીશું તે આપણા ઉપર નિર્ભર છે. સુખની શ્લાઘા નહીં, દુઃખની નિંદા નહીં અને માત્ર પ્રેમનો સ્વર જેના જીવનમાં હોય એના જીવનમાં પ્રાર્થના ખાસ દૂર હોતી નથી.
“પરમાત્માની સત્તામાં આપણો જન્મ છે, એની સત્તાથી જીવન છે અને એ સત્તામાં પાછા ફરવું તે છે મૃત્યુ. માણસ છેક છેવટ સુધી પ્રેમ વરસાવતો રહે તો મૃત્યુ થકી માણસાઈનું મંદિર રચાય.’ૐ
ડૉ. નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.