National

દહીં-ચીઝ સહિતની આ વસ્તુઓ પર આજથી 5% GST, જાણો શું થયું મોંઘું – શું થયું સસ્તું?

નવી દિલ્હી: સતત વધતી જતી મોંઘવારી વચ્ચે આજથી સામાન્ય લોકો પર વધુ એક મોંઘવારીનો ભાર પડવા જઈ રહ્યો છે. હવેથી દહીં, પનીર, લસ્સી અને અન્ય ચીજવસ્તુઓ મોંઘી (expensive) થઈ શકે છે. સરકારે આ વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરમાં (Rate) વધારો કર્યો છે. આ સાથે જ લોકોએ હવે હોસ્પિટલોમાં (Hospital) સારવાર માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

પેકેજ્ડ ખાદ્યપદાર્થો મોંઘા થશે
દૂધના પેકેજ્ડ ઉત્પાદનો – દહીં, લસ્સી, પનીર અને છાશ જેવી પ્રી-પેકેજ ખાદ્ય ચીજોની કિંમતો વધશે. તેમજ નોનવેજ, ફિશના ભાવમાં પણ વધારો થઈ શકે છે. સરકાર આ તમામ વસ્તુના ઉત્પાદન પર 5 ટકાના દરે GST વસૂલશે. અગાઉ આ વસ્તુઓ GSTના દાયરાની બહાર હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં આ ઉત્પાદનોને પહેલીવાર GSTના દાયરામાં સામેલ કરવામાં આવ્યા હતી. GST કાઉન્સિલે ટેટ્રા પેક્ડ દહીં, લસ્સી અને બટર મિલ્ક પર 5% GST વસૂલવાનો નિર્ણય લીધો હતો.

હોસ્પિટલની સારવાર પણ હવે મોંઘી બનશે
હવે લોકોને હોસ્પિટલોમાં સારવાર માટે વધુ પૈસા ખર્ચવા પડશે. હોસ્પિટલમાં ICU અને એસી વાળા રૂમ જેનું એક દિવસનું ભાડું દર્દી માટે 5000 રૂપિયાથી વધુ છે, આજથી સરકાર અહીં પણ 5 ટકાના દરે GST વસૂલશે. આ અગાઉ હોસ્પિટલમાં એસી રૂમ પર GST લાગુ થતું ન હતું. આવા રૂમ પર GST દર લાગુ ન હતા.

માત્ર હોસ્પિટલ જ નહીં પરંતુ હવે હોટલના રૂમનાં ભાડામાં પણ વધારો કરવામાં આવશે. હવેથી 1000 રૂપિયાના ભાડા સાથે હોટલના રૂમ પર પણ GST ચૂકવવો પડશે. અત્યાર સુધી 1000 રૂપિયા સુધીના રૂમ GSTના દાયરામાં હતા. આના પર હવે 12 ટકાના દરે GST લાગશે. બેંકોમાં પણ ચેકબુક પર GST લાગશે, કારણ કે હવે ચેકબુક જારી કરવા પર બેંકો દ્વારા લેવામાં આવતી ફી પર 18 ટકા GST લાગશે.

સ્ટેશનરી વસ્તુઓના ભાવમાં પણ વધારો થશે
સોલર વોટર હીટર – જે હીટર પર પહેલા 5 ટકા જીએસટી દર હતો, હવે તે દર વધીને 12 ટકા થઈ ગયા છે. આ સિવાય એલઇડી લાઇટ અને લેમ્પની કિંમતો પણ વધી શકે છે, કારણ કે સરકારે તેના પર જીએસટી 12 ટકાથી વધારીને 18 ટકા કર્યો છે. સ્ટેશનરી વસ્તુઓને પણ 18 ટકા ટેક્સ બ્રેકેટમાં મૂકવામાં આવી છે. સરકારે બ્લેડ, પેપર સિઝર્સ, પેન્સિલ શાર્પનર, ચમચી, ફોર્ક્ડ સ્પૂન, સ્કિમર અને કેક-સર્વર વગેરે પર GST વધાર્યો છે. અગાઉ તેમના પર 12 ટકા GST વસૂલવામાં આવતો હતો.

આ વસ્તુઓ પર જીએસટી દરમાં ઘટાડો
GST કાઉન્સિલે રોપવે દ્વારા મુસાફરો અને માલસામાનની અવરજવર પર GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. આ સિવાય સ્પ્લિન્ટ્સ અને અન્ય ફ્રેક્ચર ડિવાઇસ, બોડી પ્રોસ્થેસિસ, બોડી ઇમ્પ્લાન્ટ્સ, ઇન્ટ્રા ઓક્યુલર લેન્સ વગેરે પર પણ GST દરો ઘટ્યા છે. 18 જુલાઈથી તેમના પર 5 ટકા GST લાગશે. અગાઉ આ વસ્તુઓને 12 ટકાના સ્લેબમાં સામેલ કરવામાં આવી હતી. સંરક્ષણ દળો માટે આયાત કરવામાં આવતી અમુક વસ્તુઓ પર 18 જુલાઈથી GST લાગુ થશે નહીં. સરકારે ઓપરેટરો માટે ફ્રેટ ચાર્જ પરનો GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કર્યો છે જ્યાં ઇંધણની કિંમતનો સમાવેશ થાય છે.

જ્યારે લોકોનો બોજ વધશે
નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જૂનના અંતમાં GST કાઉન્સિલની 47મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં GST કાઉન્સિલે અમુક ખાદ્ય ચીજવસ્તુઓ પર GST વસૂલવાનો નિર્ણય લીધો હતો, જેને આ ટેક્સ સ્લેબની બહાર રાખવામાં આવી હતી. સરકારના આ નિર્ણય બાદ રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થશે. તેનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર બોજ વધશે.

Most Popular

To Top