World

યુરોપમાં ગરમીના લીધે દરિયો સુકાઈ ગયોઃ 1 વર્ષમાં 47 હજારના મોત

નવી દિલ્હીઃ પશ્ચિમી દેશો ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યાં છે. યુરોપમાં ભારે ગરમી પડી રહી છે. બ્રિટનના કેમ્બ્રિજમાં સોમવારે એટલે કે 12 ઓગસ્ટ 2024ના રોજ પારો 34.8 ડિગ્રી સેલ્સિયસ હતો. જે આ વર્ષનું સૌથી વધુ તાપમાન હતું. ગયા વર્ષે જુલાઈમાં તાપમાનનો પારો મહત્તમ 32 ડિગ્રીએ પહોંચ્યો હતો.

આ અગાઉ વર્ષ 2022 માં સમાન સમયગાળા દરમિયાન પારો 40.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. બ્રિટનમાં 13 ઓગસ્ટ, 2022 પછી પહેલીવાર પારો આટલો ઊંચો ગયો છે. બ્રિટનના સાઉથપોર્ટમાં તો દરિયા કિનારો જ સુકાઈ ગયો છે. અહીં બીચ છે પણ પાણી નથી. લોકો બીચ પર જાય છે પરંતુ સમુદ્રના મોજાનો આનંદ માણી શકતા નથી.

હવામાન વિભાગે કહ્યું કે 1961 પછી આ 11મું વર્ષ છે જ્યારે આટલું ઊંચું તાપમાન પહોંચ્યું છે. આ 11 વર્ષોમાંથી 8 વર્ષ 2000 પછી આવ્યા છે. આ અગાઉ ગર 6 વર્ષ પાછલાં દાયકામાં હતા.

આકરી ગરમીના લીધે લોકો બિમાર પડવા લાગ્યા
બ્રિટન અને યુરોપના લોકોને આવી ગરમીની આદત નથી. તેમના માટે આ હીટવેવ છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને વધતું તાપમાન ચોક્કસપણે એક સમસ્યા છે. લોકો ગરમીને લગતી તકલીફો, બીમારીઓ અને સમસ્યાઓ સાથે હોસ્પિટલોમાં આવી રહ્યા છે. ગયા વર્ષે યુરોપમાં ભયંકર ગરમી પડી હતી. આ સમયગાળા દરમિયાન સમગ્ર યુરોપમાં કુલ 47 હજાર લોકો માર્યા ગયા હતા. બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ (ISGlobal) એ પોતાના અભ્યાસમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

દક્ષિણ યુરોપમાં સૌથી વધુ ગરમી પડી
યુરોપનો દક્ષિણ ભાગ ગયા વર્ષે ગરમીથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો. પાછલું વર્ષ વિશ્વના ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ હતું. ક્લાઈમેટ ચેન્જના કારણે સમગ્ર વિશ્વ જ નહીં પરંતુ યુરોપ પણ ગરમ થઈ રહ્યું છે. આ એક મોટી આબોહવાની સમસ્યા છે.

સૌથી વધુ મૃત્યુ ગ્રીસ, બલ્ગેરિયા, ઈટલી અને સ્પેનમાં
અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે ગરમીના કારણે લગભગ 60 હજાર લોકોના મોત થશે. મોતનો આંકડો લગભગ તેની નજીક પહોંચી ગયો છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો બેઘર હતા. ISG ગ્લોબલના સંશોધક એલિસા ગેલોએ કહ્યું કે અમે યુરોપના 35 દેશોના ડેટા તપાસ્યા હતા. હોસ્પિટલના રેકોર્ડ જોયા બાદ જાણવા મળ્યું કે ગયા વર્ષે ગરમી અને હીટવેવને કારણે 47,690 મોત નોંધાયા હતા. સૌથી વધુ મૃત્યુ ગ્રીસ, બલ્ગેરિયા, ઈટાલી અને સ્પેનમાં થયા છે. કારણ કે ગયા વર્ષે ત્યાં ગરમીની અસર ખૂબ જ તીવ્ર હતી.

બે દાયકાથી યુરોપના લોકો ગરમીથી પરેશાન
છેલ્લા 20 વર્ષથી યુરોપના લોકો વધતા તાપમાનને એડજસ્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રાઈમરી એલર્ટ સિસ્ટમમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ ગરમી તો ગરમી છે.

Most Popular

To Top