Vadodara

યુક્રેનમાં વડોદરાના 47 વિદ્યાર્થીઓ ફસાયા

વડોદરા : રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કરતાં અભ્યાસ અર્થે ગયેલા વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાઈ ગયા છે વડોદરાના લગભગ 47 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે પોતાના બાળકો ફસાઈ જતાં ચિંતાતુર વાલીઓએ ઇન્ડિયન એમ્બેસી વિદેશ મંત્રાલયની સાથે સાથે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ,પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ રજૂઆત કરી હતી બીજી તરફ ફસાયેલા વિદ્યાર્થીઓ પણ ભય અને અસલામતીનો માહોલ છે. વડોદરામાંથી ઉચ્ચ અભ્યાસ કરવા માટે દર વર્ષે હજારો વિધાર્થીઓ વિદેશ જતા હોય છે યુક્રેનમાં પણ વડોદરામાંથી અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ ગયા હતા.

મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલ અભ્યાસ અર્થે જાય છે ગુરુવારે સવારે રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ શરૂ કરતાં જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો યુદ્ધની સ્થિતિમાં એરપોર્ટ પરથી ભારત આવવા તૈયાર કેટલાક વિદ્યાર્થીઓ નો ફ્લાય ઝોન જાહેર થતા અટવાઈ ગયા હતા જાણવા મળ્યા મુજબ વડોદરા ના 47 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે જેને પગલે વડોદરામાં તેમના વાલીઓ ચિંતાતુર બન્યા છે વાલીઓએ પોતાના બાળકો સહી સલામત ભારત પરત આવે તે માટે તમામ સ્તરે રજૂઆત કરી છે વડોદરાના 47 વિદ્યાર્થીઓના વાલીઓ સાંસદ રંજનબેન ભટ્ટ ના કાર્યાલય ખાતે ગયા હતા અને યુક્રેનના વિવિધ રાજ્યમાં ફસાયેલા પોતાના બાળકને જલ્દી વતન લાવવામાં આવે તેવી માંગ કરી હતી બીજી તરફ ફસાયેલા વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાઇ ગયા છે વર્તમાન યુદ્ધની સ્થિતિમાં વિદ્યાર્થીઓમાં ડર નો માહોલ છે ત્યારે હાલ તમામ વિદ્યાર્થીઓ સહી સલામત છે અને હોસ્ટેલ કે યુનિવર્સિટીમાં છે.

યુક્રેન ગયેલા વડોદરાના વિદ્યાર્થીઓ
વિશ્વા હિમાંશુ મહેતા, 2. આસ્થા અરવિંદભાઇ સિંધા (પરત), 3. અદિતિ અજયકુમાર પંડ્યા, 4. નમીરા અનવરભાઇ મેમણ, 5. દેવ પ્રેમલ શાહ, 6. નૌમાન નાઝીર પટેલ, 7. અનુષ્કા સુરેશભાઇ અમીન, 8. અર્પિતા પ્રવિણભાઇ જયસ્વાલ, 9. માનસી હિમાંશુભાઇ પનોલા, 10. દિપ સાગર સુથાર, 11. રોનીકકુમાર જતીન ભટ્ટ, 12. નિહારીકા અલ્પેશકુમાર શાહ, 13. આસ્થા સુથાર, 14. મોહંમદ ફૈઝ પાલનપુરવાલા, 15. અગીયા દિયા મહેન્દ્રભાઇ, 16. પટેલ ધૃવ અનિલકુમાર, 17. પટેલ પ્રીત ધર્મેન્દ્રભાઇ, 18. રાવ દર્શન જગદીશકુમાર, 19. પટેલ યશ શૈલેશભાઇ, 20. પટેલ અક્ષર નીમ્લેશકુમાર, 21. પટેલ મિત વિષ્ણુભાઇ, 22. તાહીલીયાની વિક્ષિત કંતેશ, 23. પટેલ વિશ્વા વિજયકુમાર, 24. વૈદ્ય રાઘવ, 25. સંજીવકુમાર, 26. સોલંકી દીશિત કીરીટભાઇ, 27. શર્મા પ્રણય પ્રવિણ, 28. કાંજવાણી રીન્કલ હીરાલા, 29. સિંઘ રોશન વિનોદ, 30. શેઠિયા જૈનીશ ભાવિકકુમાર, 31. પટેલ ફોરમબેન મુકેશભાઇ, 32. કાકડીયા પાર્થ ભરતભાઇ, 33. વાઘેલા અંજલિ મહેન્દ્રકુમાર, 34. જૈમીની પટેલ, 35. પ્રીશીતા બેહેરા, 36. હિનલ શાહ, 37. ભાલાની હેપ્પી રમેશભાઇ, 38. ડેલીસા દેસાઇ, 39. પટેલ કૃષ્ણકુમાર મયંકકુમાર, 40. રાઠોડ દામિની જગદીશકુમાર, 41. ડોબરીયા દીપેન કિરણકુમાર, 42. કપિલકુમાર અમદાવાદી, 43. આશવ જીમુલીયા, 44. પટેલ આશ્કાબેન હિતેનકુમાર, 45. પટેલ અહેમદ રાઝા, 46. વોરા ધારા પરેશભાઇ, 47. પટેલ તનિષ્ક જતિન

ફેઝ પાલનપુરવાળાનો પરિવાર ખૂબ જ ટેન્શનમાં છે
આયુર્વેદિક રોડ પરની પ્લેટિનમ સોસાયટીમાં રહેતા અને પાણીગેટ રોડ પર આવેલ બહુરાની દુકાનના સંચાલક ઝકી પાલનપુરવાળાનો પુત્ર ફેઝ ગત 24 ડિસેમ્બરના રોજ મેડિકલ અભ્યાસ માટે યુક્રેન ગયો હતો જોકે ત્યાંની સ્થિતિ બગડતા ફેઝ પણ યુક્રેનમાં ફસાઈ ગયો છે ત્યારે શહેરમાં રહેતા તેના પરિવારજનો સ્નેહી મિત્રો ખૂબ જ ચિંતામાં છે હાલ ફેઝ જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે તે કિવથી 300 કિલોમીટર દૂર છે અને હોસ્ટેલમાં સહી સલામત છે તેની સાથે અન્ય 12 જેટલાં વિધાર્થીઓ પણ છે યુદ્ધ શરૂ થતા પરિવાર સહિત સગા સંબંધીઓએ ફેઝ સહિત વિધાર્થીઓ જલ્દી પરત ફરે તેવી દુઆ માંગી રહ્યા છે.

પાદરાની અદિતિના પિતા સાંસદને ફોન પર જ વાત કરતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોભા ગામમાં રહેતા અજય પંડ્યાની પુત્રી અદિતિ ગત ૧૧મી ડિસેમ્બરના રોજ મેડિકલ અભ્યાસ અર્થે યુક્રેન ગઈ હતી યુદ્ધ શરૂ થતાં જ અદિતિ સહિત વિદ્યાર્થીઓ તુર્કી એરલાઇન્સ દ્વારા ભારત પરત ફરવાની હતી હતા સવારે અદિતિ પંડ્યા સહિત વિદ્યાર્થીઓ એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા જોકે યુદ્ધને કારણે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવતા ફ્લાઈટ રદ્દ થઇ ગઇ હતી જેને કારણે અદિતિને એરપોર્ટ થી 20 કિલોમીટર દૂર સલામત સ્થળે લઈ જવાઈ હતી હાલ તે સુરક્ષિત છે પરંતુ પરિવાર જનો ખૂબ ચિંતિત છે અદિતિ ફસાઈ જતાં પિતા અમુલ પંડ્યાએ પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ,મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સાંસદ રંજનબેન ભટ્ટને રજૂઆત કરી હતી સાંસદને રજૂઆત કરતી વેળાએ અમુલ પંડ્યા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડયા હતા અને પોતાની દીકરી સહી સલામત પરત આવે તે માટે ત્વરિત કાર્યવાહી કરવા અપીલ કરી હતી સાંસદ રંજનબેન ભટ્ટે પણ અજય પંડ્યાને સાંત્વના આપી બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

વિદ્યાર્થીઓને બેગ પેક કરવા ફોન આવ્યા, હવે રોમાનિયા કે પોલેન્ડના માર્ગે ઇન્ડિયા આવશે
વડોદરા : યુક્રેનમાં રશિયાએ કરેલા હુમલા બાદ વડોદરાના અનેક વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા. જેઓને પરત લાવવા માટે સવારથી જ પરિવારજનોએ ઈન્ડિયા એમ્બેસીમાં રજૂઆતો કરી હતી તેમજ વડોદરાના સાંસદને પણ અનેક રજૂઆત આવી હતી. બીજીતરફ સરકાર એકશનમાં આવી હતી. અને યુક્રેનની અડીને આવેલી ચાર દેશોની બોર્ડર પર અિધકારીઓની ટીમને તૈનાત કરી દેવાઈ છે. જે ટીમ ફસાયેલા લોકોને ભારત પરત લાવશે ત્યારે વડોદરાના પણ કેટલાક વિદ્યાર્થીઓને ભારત સરકાર તરફથી ફોન આવ્યા છે કે બેગ પેક કરી રાખો, પોલેન્ડ, રોમાનિયાના માર્ગે આ વિદ્યાર્થીઓને પરત લાવવાનો આયોજન છે. આ અંગે વડોદરામાં રહેતા નિહારીકાના મામા નિમેષભાઈ શાહ સાથે વાત કરતા તેમણે શુક્રવારે પોલેન્ડ કે રોમાનિયાના રસ્તે નિહારિકા ઇન્ડિયા આવશે તેમજ યુક્રેનમાં ફસાયેલા દીપને પણ રોમાનિયાના માર્ગે પરત આવવા માટેનો ફોન આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટયા
વડોદરા શહેર-જિલ્લામાંથી અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ યુદ્ધને કારણે ત્યાં ફસાઈ ગયા છે હાલ તમામ વિદ્યાર્થીઓ સહી સલામત છે પરંતુ ફસાયેલા વિધાર્થીઓના જીવ તાળવે ચોંટયા છે તેમાંય યુક્રેનમાં યુદ્ધને કારણે દુકાન ટ્રેન અને ફલાઇટો બંધ રહેતા વિદ્યાર્થીઓની ચિંતા વધી છે ભયના માહોલમાં વિદ્યાર્થીઓ સતત ઇન્ડિયન એમ્બેસીના સંપર્કમાં છે તેમજ બને એટલી જલ્દીથી ઇન્ડિયા પરત જવાની વ્યવસ્થા થાય તે માટે રજૂઆત કરી રહ્યા છે.

યુક્રેનમાં ફસાયેલા વડોદરાના છાત્રો માટે ખાસ હેલ્પ લાઈન નંબર જાહેર કરાયા
પ્રવર્તમાન પરિસ્થિતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા છાત્રો માટે વિશેષ હેલ્પ લાઈન જાહેર કરવામાં આવી હોવાનું કલેકટર શ્રી અતુલ ગોરે જણાવ્યું છે. બિન નિવાસી ગુજરાત પ્રભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ભારત સરકારે ૨૪ કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના નંબર્સ +911123012113,+911123014104, +911123017905, 1800118797 છે. સાથે જ situationroom@mea.gov.in પર ઇ-મેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર cons1.kyiv@mea.gov.in મેઈલ કરી શકાશે. ગુજરાત રાજ્ય બિન – નિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.

સાંસદનું કાર્યાલય દિવસભર ધમધમતું રહ્યુ
યુક્રેન પર રશિયાએ હુમલો કરતાં જ યુદ્ધની શરૂઆત થઇ હતી જેને પગલે વડોદરાના 47થી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા હતા યુદ્ધના સમાચાર મળતા સવારથી જ વિદ્યાર્થીઓના વાલીઓ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટના કાર્યાલય ખાતે પોતાના બાળકની વતન વાપસી થાય તે માટે રજૂઆત કરવા પહોંચી ગયા હતા રંજનબેન ભટ્ટ પણ દિવસભર પોતાના કાર્યાલય પર બેસીને વાલીઓની સ્વેદનાને સાંભળી હતી વાલીઓની ચિંતામાં સાંસદ પણ સામેલ થયા હતા અને ફસાઈ ગયેલા વિધાર્થીઓને પરત લાવવા બને તેટલી મદદ અને કરવા ખાતરી સાથે પરિવારને સાંત્વના આપી હતી સાંસદ રંજનબેન ભટ્ટના કાર્યાલય દ્વારા તમામ વિદ્યાર્થીઓના રીપોર્ટ બનાવી ઇન્ડિયન એમ્બેસી અને વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી મોકલવામાં આવ્યા હતા સાથે જ વિદ્યાર્થીઓને યુક્રેનની જલ્દી પાછા લાવવામાં આવે તે માટે શક્ય તમામ પ્રયાસો કરવા રજૂઆત કરાઇ હતી.

Most Popular

To Top