Gujarat

કોરોનાથી માતા-પિતા ગુમાવનાર બાળકોને સરકાર માસિક ૪૦૦૦ની સહાય આપશે

રાજ્યમાં કોરોનાના કેસો ૭.૧૪ લાખને પાર કરી ગયા છે અને ૮૭૩૧ દર્દીઓએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે ત્યારે રાજય સરકારે કોર ગ્રુપની બેઠકમાં મહત્વના નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી મહત્વનો નિર્ણય લેવાયો છે કે, કોરોના સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000ની સહાય આપશે. આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

અન્ય બીજા નિર્ણયમાં સરકારે સ્મશાનમાં કામ કરનાર ક્મચારીને કોરોનો વોરીયર્સ તરકે ગણવામાં આવશે. રાજ્યના સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ એવા સ્મશાનગૃહના કર્મચારીઓને પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનમાં કામ કરતાં કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર અન્ય કોરોના વોરિયર્સને જે રીતે આપે છે તે રીતે આપશે.

Most Popular

To Top