Madhya Gujarat

લુણાવાડામાં જુગાર રમતાં 4 શખ્સ પકડાયાં, 4 ફરાર

આણંદ : આણંદ જિલ્લામાં ક્ષય નાબૂદીના ચાલી રહેલા અભિયાનમાં ખાસ વાન દ્વારા ગામડે ગામડે ભરી શંકાસ્પદ દર્દીઓના એક્સ-રે લઇ નિદાન કરવામાં આવે છે. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 482 દર્દી મળી આવ્યાં હતાં અને તેમની સારવાર પણ શરૂ કરવામાં આવી છે. જોકે, જિલ્લામાં છેલ્લા વર્ષ દરમિયાન દર્દીના સરેરાશ કેસમાં વધારો થયો છે. આણંદમાં નેશનલ ટ્યુબર ક્યુલોસીસ એલીમીનેશન પ્રોગ્રામ અંતર્ગત જિલ્લામાં ખાનગી સેક્ટરનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. 24મી માર્ચ વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જિલ્લામાં ટીબી નાબૂદ કરવાનું અભિયાન આદર્યું છે. આ અભિયાન અંતર્ગત આણંદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી. છારીના નેતૃત્વ હેઠળ, જિલ્લા ક્ષય કેન્દ્ર  પેટલાદના જિલ્લા ક્ષય અધિકારી ડો. રવિન્દ્ર આર. ફુલમાણીના માર્ગદર્શનમાં એક્સરે હાઉસ, આણંદના ડો. રીતેશ પ્રજાપતિની સાથે જિલ્લામાંથી ક્ષય રોગને નાબૂદ કરવાની કામગીરી માટે વર્ષ 2021 – 22માં એમઓયુ કરવામાં આવ્યાં હતાં.

આ અંગે ડો. રવિન્દ્ર આર. ફુલમાણીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના દરેક તાલુકાઓમાં ગામડે-ગામડે એક્ષ-રે વાનના માધ્યમથી ટી.બી.ના શંકાસ્પદ હોય તેવી વ્યકિતઓના છાતીના એક્ષ-રે વિનામૂલ્યે કાઢી આપવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં વર્ષ 2021-22 સુધીમાં 6286 વ્યક્તિઓના છાતીના એક્સ-રે લઇને તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં 482 (7.7 ટકા) ટીબીના દર્દીઓ જણાઇ આવ્યાં હતાં. આ તમામને ટીબીની સારવાર આપવામાં આવી રહી છે. આમ, જે તે વ્યક્તિઓના જોવા મળેલા ટીબીના લક્ષણોના વહેલા નિદાનને કારણે ટીબીની સારવાર વહેલી થવાથી ટીબી રોગને ફેલાતો અટકાવવાની સાથે મૃત્યું દર ઘટાડી શકાય છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ચાંગાની મણીકાકા ટોપાવાલા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ કોલેજ ખાતે આણંદ જિલ્લાની બધી જ નર્સિંગ કોલેજના ફેકલ્ટીને એનટીઇપી અંતર્ગત જાગૃત કરવામાં આવ્યાં હતાં. જેમાં 65 સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ સંસ્થાઓએ તેમની કોલેજના વિદ્યાર્થીઓને આ બાબતને જાગૃત કરીને વિદ્યાર્થીઓના માધ્યમથી જનજનમાં જાગૃતિ આવે તે માટે પ્રચાર – પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત આણંદ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓમાં પણ ટીબીના પ્રચાર-પ્રસાર માટેના કાર્યક્રમો કરી ટીબી રોગ વિશેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં નોંધાયેલા ટીબીના દર્દીઓ સામે જિલ્લામાં સાજા થવાનો દર 71થી 83 ટકા રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન ટીબીના દર્દીઓનો વધારો થયો છે. આરોગ્ય વિભાગ છેલ્લા બે વરસથી કોરોનાની વિવિધ કામગીરીમાં રોકાયેલો હોવાથી ટીબી સહિતના રોગની કામગીરીને અસર પહોંચી હતી. આ ઉપરાંત કોરોના મહામારીમાં પણ ફેફસાને નુકશાન થતું હોવાથી ટીબી કેસમાં વધારો જોવા મળ્યો છે.

Most Popular

To Top