આણંદ : ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન (CMPICA) દ્વારા ઓગસ્ટ, 2023 માં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ સ્થળોએ કુલ 4 ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 513 વિદ્યાર્થીઓ અને 25 ફેકલ્ટી સભ્યોએ હાજરી આપી હતી. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનો હેતુ ઇન્ડસ્ટ્રી અને શિક્ષણ વચ્ચેના અંતરને દૂર કરવા ઉપરાંત વિદ્યાર્થીઓને આઇટી ઇન્ડસ્ટ્રીના એનવાયર્નમેન્ટથી પરિચિત કરવાનો હતો.
ઈ-ઈન્ફોચિપ્સ, અમદાવાદની પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં MCA અને M.Sc.(IT) સેમેસ્ટર III ના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવી હતી. જ્યાં વિદ્યાર્થીઓ કંપની કેવી રીતે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન તેમજ સપોર્ટ પર કામ કરે છે તે શીખ્યા હતા. વિદ્યાર્થીઓને ઈ-ઈન્ફોચિપ્સના એક્સપિરિયન્સ ઝોનમાં AI આધારિત વિડિયો એનાલિટિક્સ, ટચલેસ બાયોમેટ્રિક સિક્યોરિટી, મોનિટરિંગ માટે પોર્ટેબલ મેડિકલ ડિવાઇસ, ડાયગ્નોસ્ટિક્સ અને ઇમેજિંગ, પહેરવા યોગ્ય આરોગ્ય અને ટેલિમેડિસિન, ઇલેક્ટ્રોનિક્સ વાહનોને ચાર્જ કરવા માટે EV ચાર્જર ડિવાઇસ, 2D હોલોગ્રામ, સર્વેલન્સ કેમેરા જેવા વિવિધ ડોમેન ઉત્પાદનોનું જીવંત પ્રદર્શન જોયું હતું.
બીજી વિઝિટ મેટ્રિક્સ કોસ્મેસ પ્રા.લિ.ની લિ., વડોદરા ની B.Sc.(IT) સેમેસ્ટર III ના વિદ્યાર્થીઓ માટે યોજાઇ હતી. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓએ વિડિયો સર્વેલન્સ સિસ્ટમ્સ – વીડિયો મેનેજમેન્ટ સિસ્ટમ, નેટવર્ક વીડિયો રેકોર્ડર અને આઈપી કેમેરા, એક્સેસ કંટ્રોલ અને ટાઈમ-એટેન્ડન્સ સિસ્ટમ્સ તેમજ ટેલિકોમ સોલ્યુશન્સ જેવી વિવિધ પ્રોડક્ટ્સનો અનુભવ કર્યો હતો.
ત્રીજી ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ સિસ્ટમ લેવલ સોલ્યુશન્સ, આણંદની B.Sc.(IT) સેમેસ્ટર V ના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ટેકનિકલ પાસાઓનું નિરીક્ષણ કર્યું હતું કે કેવી રીતે કંપનીના વિવિધ ઉત્પાદનો રોજબરોજના જીવનમાં હોમ ઓટોમેશનથી લઈને ટ્રાફિક લાઇટ ઓટોમેશન અને રેલ્વે એપ્લીકેશનમાં પણ યોગદાન આપે છે. ચોથી ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ અમૂલ, આણંદની BCA સેમેસ્ટર I ના વિદ્યાર્થીઓ માટે યોજાઇ હતી. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ દરમિયાન વિદ્યાર્થીઓ પીએલસી ઓટોમેટેડ સિસ્ટમ વિશે અને ઉત્પાદનને કેવી રીતે નિયંત્રણમાં લેવામાં આવે છે અને એમ્બેડેડ સિસ્ટમ દ્વારા પેકેજિંગ કેવી રીતે હાથ ધરવામાં આવે છે તે શીખ્યા હતા. આ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન ઇન્ચાર્જ ડીન ડૉ. સંસ્કૃતિ પટેલ અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ધર્મેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.