બર્મિંઘમ, તા. 04 : ગુજરાતીમાં એક કહેવત છે કે મોરના ઇંડાને ચીતરવા ન પડે, એ કહેવતને સાર્થક કરી છે સ્કોટલેન્ડની (Scotland) એલિઝ મેકલેગને હાલમાં રમાઇ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં એલિઝે પોતાની માતાના પગલે ચાલીને 10,000 મીટરની સ્પર્ધામાં (Commonwealth Games) ગોલ્ડ મેડલ જીત્યો હતો. એલિઝની (Eliz) માતા લિઝે 1986 અને 1990માં આ મલ્ટિસ્પોર્ટીંગ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. એલિઝે જેવો ગોલ્ડ જીત્યો કે તરત જ તે લાગણીશીલ બનીને રડી પડી હતી,
- સ્કોટલેન્ડની એલિઝ મેકલેગને માતાના પગલે ચાલી 10,000 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો
- તેની માતા લીઝે 1986 અને 1990માં ગોલ્ડ જીત્યો હતો
ખુશીથી માતા તેની સીટ ઉપર જ ઉભી થઇ ગઈ
સ્ટેન્ડમાં બેસેલી તેની માતા ખુશીથી પોતાની સીટ પર ઊભી થઇ ગઇ હતી. પહેલા સ્થાને રહીને રેસ પુરી કર્યા પછી એલિઝ સીધી સ્ટેન્ડમાં બેસેલી તેની માતા પાસે પહોંચી હતી અને જ્યારે મેડલ સેરેમની વખતે સ્કોટલેન્ડનું રાષ્ટ્રગીત વાગ્યું હતું ત્યારે પણ એલિઝની આંખોમાં અશ્રુઓ હતા.
કોમનવેલ્થ ગેમ્સ મહિલા 200 મીટર દોડમાં હિમા દાસ સેમી ફાઇનલમાં
ભારતની સ્ટાર સ્પ્રિન્ટર હિમા દાસે અહીં કોમનવેલ્થ ગેમ્સની 200 મીટરની ઇવેન્ટમાં પોતાની હીટમાં 23.42 સેકન્ડનો સમય સાથે પહેલા સ્થાને રહીને સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું હતું. હિમા પાંચ મહિલા રનરની હીટમાં સૌથી આગળ રહી, તેના પછી ઝામ્બિયાની રોડા નજોબવુ 23.85 સેકન્ડ સાથે બીજા જ્યારે યુગાન્ડાની જાસેન્ટ નયામહુંગે 24.07 સેકન્ડ સાથે ત્રીજા સ્થાને રહી હતી.
મહિલાઓની 200 મીટર રેસમાં છ હીટ મળીને ટોચની 16 સેમી ફાઇનલ માટે ક્વોલિફાય કરશે.
હિમા દાસ બીજી હીટમાં પહેલા સ્થાને રહીને જીતી હતી, જો કે હીટ 1માં નાઇજીરિયાની ફેવર ઓફિલી 22.71 સેકન્ડ અને હીટ 5માં ઇલેન થોમ્પસન હેરા 22.80 સેકન્ડ સાથે તેના કરતાં ઘણો સારો સમય લીધો હતો. હીનાની સરખામણીએ ઓછામાં ઓછી છ ખેલાડીઓએ તેના કરતાં સારો સમય લઇને સેમીફાઇનલમાં પહોંચી છે.