નવી દિલ્હી: યુક્રેન(UKRAINE)માં ફસાયેલા ભારતીય (Indians) વિદ્યાર્થીઓને પરત ઓપરેશ ગંગા (operation ganga)ચાલી રહ્યું છે. ત્યારે યુરોપિયન રાષ્ટ્રમાં ફસાયેલા 6,300 થી વધુ ભારતીયોને પાછા લાવવા માટે ૩૧ ફ્લાઈટ ઉડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ ૩૧ ફ્લાઈટ્સમાં ‘એર ઈન્ડિયા’, ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’, ‘ઈન્ડિગો’, ‘સ્પિજેટ’ અને ઈન્ડિયન એરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2 માર્ચથી રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી 21 અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી ચાર વિમાન ભારતીય નાગરિકો સાથે પરત ફરશે. પોલેન્ડના ઝુથી અને એક સ્લોવાકિયાના કોસીસથી ભારતીયોને પરત લાવવા માટે ચાર ફ્લાઈટ ચલાવવામાં આવશે. ભારતીય વાયુસેના બુકારેસ્ટથી ભારતીયોને પરત લાવશે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ’ 7, સ્પાઈસજેટ’ ચાર ફ્લાઈટ ચલાવશે
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ અને ‘સ્પાઈસજેટ’ એરક્રાફ્ટમાં લગભગ 180 લોકોની બેઠક ક્ષમતા છે, જ્યારે ‘એર ઈન્ડિયા’ અને ‘ઈન્ડિગો’ એરક્રાફ્ટ અનુક્રમે 250 અને 216 મુસાફરોને લઈ જઈ શકે છે. ‘એર ઈન્ડિયા એક્સપ્રેસ’ કુલ સાત ફ્લાઈટ્સ ચલાવશે, ‘સ્પાઈસજેટ’ ચાર, ‘ઈન્ડિગો’ 12 અને ‘એર ઈન્ડિયા’ ચાર, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને એર ઈન્ડિયા એરક્રાફ્ટ બુકારેસ્ટથી ઓપરેટ કરશે જ્યારે ઈન્ડિગો બુકારેસ્ટ, બુડાપેસ્ટ અને ઝેઝાવથી ચાર ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. સ્પાઈસજેટ બુકારેસ્ટથી બે ફ્લાઈટ, બુડાપેસ્ટથી એક અને સ્લોવાકિયાના કોસીસથી એક ફ્લાઈટનું સંચાલન કરશે
24 કલાકમાં છ ફ્લાઈટનું સંચાલન કરાયું: વિદેશ મંત્રી
વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ‘ઓપરેશન ગંગા’ હેઠળ છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટનું સંચાલન કરવામાં આવ્યું હતું. જયશંકરે બુધવારે સવારે ટ્વીટ કર્યું, “ઓપરેશન ગંગા અંગેની માહિતી આપી હતી. જેમાં છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ્સ ભારત માટે રવાના થઈ છે. આમાં પોલેન્ડથી રવાના થયેલી પ્રથમ ફ્લાઇટનો સમાવેશ થાય છે. યુક્રેનમાં ફસાયેલા 1,377 થી વધુ ભારતીયો બોર્ડમાં હતા.
2 હજાર ભારતીયો સુરક્ષિત ઘરે પહોચ્યા: વિદેશ સચિવ
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું કહ્યું હતું કે મંગળવાર સુધીમાં લગભગ બે હજાર ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચી ગયા છે, જ્યારે ચારથી પાંચ હજાર ભારતીયોને પરત લાવવાની તૈયારી ચાલી રહી છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી, ભારતે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા લગભગ 14,000 નાગરિકોને બચાવવા માટે 26 ફેબ્રુઆરીથી સ્થળાંતર અભિયાન શરૂ કર્યું હતું.