Vadodara

પાલિકા પર ૮૦ કરોડનો બોજ ન પડે એટલે કર્મિ.ઓને કોર્ટના ધક્કા ખવડાવે છે : નિલેશ રાજ

વડોદરા: પાલિકાના અવાસ કૌભાંડ બાદ શિક્ષણ સમિતિના  કથિત નાણાં ઉઘરાણીનું કૌંભાંડ સામે આવતા પાલિકા પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા થયા છે. ત્યારે કર્મચારી મંડળના પ્રમુખ  બચાવમાં ઉતારી આવ્યા હતા અને  શિક્ષણ સમિતિમાં  કોઈ કૌભાંડ થયું નથી. તેવું નિવેદન આપી હતું. પાલિકા પર ૮૦ કરોડનો બોજ વધે નહિ એટલે કર્મચારીઓને કોર્ટમાં ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કર્યા હતાં.

મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ૧૯૭૭માં હંગામી ધોરણે વર્ગ-૪ના 570 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. જેમાં પટાવાળા, પાણી બાઈ, તેરા ઘર બાઈ, સફાઇ સેવક, પગી એવી પાંચ કેટેગરી માં ભરતી કરવામાં આવી હતી. જોકે કર્મચારીઓને કાયમી ન કરતા તેઓ 720 દિવસ બાદ લડત આપી રહ્યા હતા 200 ના વર્ષમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગના કર્મચારી સંઘે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો જેમાં 12 વર્ષ બાદ હુકમ કર્યો હતો કે તમે જે કેસ કર્યો છે તે તમારે ખોટી જગ્યા પર કર્યો છે જે બાદ કર્મચારીઓએ લેબર કોર્ટમાં કેસ કર્યો હતો અને ફેબ્રુઆરી 2019માં ચુકાદો આવ્યો હતો કે 720 કર્મચારીઓને કાયમી કરવા.

જોકે કોર્ટના ઓર્ડરનો પાલિકાના જાડી ચામડીના પદાધિકારીઓએ અનાદર કર્યો હતો અને ત્યારબાદ કર્મચારીઓએ શિક્ષણ સમિતિમાં 2020માં કાયમી કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. ત્યારબાદ પૂર્વ મેયર ડોક્ટર જીગીશાબેન શેઠના સમયમાં દરખાસ્તને મુલતવી કરાઈ હતી.

નવું બોર્ડ આવતા કર્મચારીઓએ મૈયર કે રોકડિયા ની મુલાકાત લીધી હતી. જોકે કર્મચારી સંઘના પ્રમુખ નિલેશ રાજનું કહેવુ છે કે મેયરની સૂચના આપી હતી કે, તમે જો રૂપિયા પાછા આપી દે તો હું તમારી દરખાસ્ત માટે વિચાર કરીશ. એટલે પ્રમુખે ૧૦૦ જેટલા કર્મચારીઓને 16 લાખ રૂપિયા પરત કરી દીધા છે. મેયર કેયુર રોકડીયાએ કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલા રૂપિયા પહેલા પરત કરવા કહ્યું, બાદમાં કાયમી કરવા વિચારણા કરીશું તેવો જવાબ આપ્યો.

કર્મચારી મંડળના પ્રમુખ કહે છે કૌભાંડ થયું જ નથી..!

મેયરની સૂચના બાદ કર્મચારી મંડળના પ્રમુખ નિલેશ રાજે કર્મચારીઓ પાસેથી ઉઘરાવેલા 17 થી 20 લાખમાંથી 16 લાખ પરત કરી દીધા.જેમાં 100 બેંક ખાતામાં 16 લાખ જમા કરાવ્યા હોવાની રિસિપ્ટ પણ તેમને બતાવી.કર્મચારી મંડળના પ્રમુખ આજે કર્મચારીઓ સાથે શિક્ષણ સમિતિની ઑફિસ પહોંચ્યા અને સ્પષ્ટતા કરતા કહ્યું કે હાઇકોર્ટમાં કેસ ચાલતો હોવાથી વકીલની ફી આપવા કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા. ગત બોર્ડના કોઈ સભ્યએ કોઈ કર્મચારી પાસેથી રૂપિયા નથી લીધા.સાથે જ તેમને વર્ગ 4 ના હાલમાં કામ કરતા 200 કર્મચારીઓને કાયમી કરવા માંગ કરી.

કર્મચારીઓને એરિયર્સ મળવું જોઈએ : ચંદ્રકાંત ભથ્થુ- પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે જે કર્મચારીઓએ પાલિકામાં ફરજ નિભાવી છે એ કર્મચારીઓુને પણ એરિયર્સ મળવાપાત્ર હોય છે જે તેમને મળવું જોઈએ. નાગરિકો અને કર્મચારીઓને માત્ર પાલિકા મૂર્ખ બનાવી રહી છે.

કર્મચારીઓને કાયમી કરવા ઠરાવ કરાયો હતો : ગોહિલ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈ પણ કર્મચારીએ કાયમી કરવા માટે રૂપિયા આપ્યા છે એવી કોઈપણ પ્રકારની ફરિયાદ કરી નથી. 2019 વર્ષ માં  લેબર કોર્ટે કર્મચારી અને શિક્ષણ સમિતિના એમ બન્નેના ફેવરમાં ચુકાદો કર્યો છે. લેબર કોર્ટે ચુકાદો કર્યો હતો કે કર્મચારીઓને કાયમી કરી 20 વર્ષ નું એરિયર્સ આપવાનું નહીં તેવો ચુકાદો કર્યો હતો. જોકે એક મહિનામાં કર્મચારીઓને અપીલમાં જવાનું હોય એના કારણે એરિયસ માટે તેઓ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે જોકે કર્મચારીઓ પાસે સોગંદનામુ કરાવીને સમિતિમાં કર્મમચારીઓ કાયમી કરવાનો ઠરાવ કરાયો હતો.

Most Popular

To Top