Vadodara

રાજમહેલના ગેટ નં.3 પાસેની લોનમાં ઘૂસી આવેલા 3 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરાયું

વડોદરા: વડોદરાના રાજમહેલના ગેટ નંબર 3 પાસે લોનમાં આવી ગયેલા 3 ફૂટના મગરને પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ રેસ્ક્યુ કરી સહીસલામત વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. વડોદરાના રાજમહેલમાંથી વધુ એક મગર રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મગરો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં મગરો આવી ગયા હોવાની ઘટનાઓ સામે આવી છે. શહેરની વાત કરવામાં આવે તો શહેર માધ્યમથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે.તાજેતરમાં જ ગ્રીન ટ્રીબ્યુનલના ચુકાદા બાદ વિશ્વામિત્રી નદીની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.

એ કામગીરી દરમિયાન મગરોના આશ્રય સ્થાન તોડી પડાયા હતા.પરંતુ હાલમાં પણ તંત્ર દ્વારા વિશ્વામિત્રીમાં મળમૂત્રના દૂષિત પાણી છોડવામાં આવી રહ્યા હોવાનું સપાટી પર આવવા પામ્યું હતું. જેના કારણે પણ મગરો હવે પોતાનું આશ્રય સ્થાન વિશ્વામિત્રી નદીને છોડી રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.ત્યારે રાજમહેલના ગેટ નંબર ત્રણ પાસેની લોનમાં મગર દેખાતા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના વડા રાજ ભાવસારને જાણ કરાઈ હતી.જેથી સંસ્થાના કાર્યકર રાજમહેલ ખાતે આવી પહોંચ્યા હતા.જ્યાં 3 ફૂટનો મગરને રેસ્ક્યુ કરી વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.

Most Popular

To Top