Vadodara

214મો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો : ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

વડોદરા: વડોદરાના ચારદરવાજા સ્થિત પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરેથી પરંપરા મુજબ કારતક સુદ અગિયારસના દેવઉઠી અગિયારસના દિવસે 214 મો ભવ્ય વરઘોડો નિકળ્યો હતો.રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ તેમજ મેયર દ્વારા ભગવાનની પૂજા અર્ચના આરતી બાદ વરઘોડાને પ્રસ્થાન કરાવાયો હતો.
પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાની ધૂન સાથે શ્રધ્ધા અને ઉમંગભેર નિકળેલા ભગવાનના આ 214માં વરઘોડાને ઢોલત્રાંસા બેન્ડવાજા અને શહેનનાઈની ધૂન સાથે મંદિર પરિસરથી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.

વરઘોડામાં ભજનમંડળીઓ શ્રદ્ધાળુઓ, ભક્તો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.નિજ મંદિરેથી વરઘોડાના પ્રસ્થાન પૂર્વે રાજવી પરિવારમાંથી રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ, સહીત રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.નિજ મંદિરથી ધામધુમપુર્વક નીકળેલા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડાનું એમજી.રોડ ખાતે ભાવિ ભકતો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.નિયત માર્ગે પસાર થતા માર્ગમાં દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.ચાર દરવાજા સ્થિત વિઠ્ઠલમંદીરેથી પ્રસ્થાન થયેલ વરઘોડો મધ્યાહને શહેરના કીર્તિમંદિર સ્થિત આવેલ ગહેનાબાઈ મહાદેવ ખાતે પહોંચ્યો હતો.જ્યાં પૂજન અર્ચના સાથે આરતી કરવામાં આવી હતી.

પ્રભુને નિવેદ ધરાવાયા ત્યારબાદ ઢળતી સંધ્યાએ ગહેનાબાઈ મહાદેવથી વરઘોડો પુનઃ નિજમંદિરે પરત ફર્યો હતો.શહેરના માંડવી વિસ્તારમાં આવેલ પ્રાચિન મંદિરથી વર્ષોની પ્રણાલી પ્રમાણે આ વર્ષે પણ પ્રબોધિની એકાદશીએ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી સોના-ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈને નગરયાત્રાએ નીકળ્યા હતા. વડોદરાના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, મહારાણી રાધિકારાજે ગાયકવાડ તેમજ વડોદરા ના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની દ્વારા ભગવાનની પૂજા અર્ચના અને આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવ્યો હતો.

ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવીથી ન્યાય મંદિર રાવપુરા કોઠી એસએસજી હોસ્પિટલની સામેથી કારેલીબાગના રસ્તે કામનાથ સ્મશાનની બાજુમાં આવેલ ગેહનાબાઈ બાગ લીલુંવાડીમાં મહાદેવ મંદિર ખાતે પહોંચ્યો હતો.જ્યાં શ્રી હરિ વિઠ્ઠલનાથજી અને મહાદેવની ભેટ થઈ હતી.પૂજા આરતી બાદ બપોરે 2:00 કલાકે વરઘોડો પરત બહુચરાજી રોડ થી નાગરવાડા થઈ ઘી કાંટા ટાવર જ્યુબિલીબાગ લહેરીપુરા ન્યાય મંદિર અને માંડવી થઈને સાંજે 5:00 કલાકના અરસામાં નિજ મંદિરે પરત ફર્યો હતો.

અમારા દરેક કાર્યકરો મોજુદ હતા : ડો. વિજય શાહ
કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિઠ્ઠલનાથજીના વરઘોડામાં ભાજપાના એકેય નેતા ફરક્યા ન હતા જે સામે ભાજપાના શહેર પ્રમુખ ડો. વિજય શાહે વળતો પ્રહાર કર્યો હતો કે કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓ નથી તેથી આગેવાને દોડવું પડે છે. અમારા માટે અમારા દરેક કાર્યકર્તાઓ આગેવાન છે. અને વિઠ્ઠલનાથજીના વરઘોડામાં પાલખીના પ્રસ્થાનથી માંડી દરેક રૂટ ઉપર અને અંત સુધી અમારા કાર્યકરો મોજુદ હતા. જેઓએ વરઘોડાનું સ્વાગત પણ કર્યું છે અને સેવા પણ આપી છે.

નરસિંહજી અને વિઠ્ઠલરાયજી ભગવાનના વરઘોડાના લઇને  ફૂટ પેટ્રોલિંગ કરવા સાથે ચાપતો બંદોબસ્તો પણ ગોઠવી દેવાયો 
સંસ્કારી વડોદરામાં પરંપરાગત રીતે નરસિંહજી અને વિઠ્ઠલરાયજી ભગવાનનો વરઘોડાનું કાઢવામાં આવતો હોય છે. આ વરઘોડો શહેરના વિવિધ વિસ્તારમાં પસાર થતો હોય છે. સિટી, વારસીયા કારેલીબાગ અને વાડી વિસ્તારનો સમાવેશ થતો થવાનો હોવાના કારણે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા જોઇન્ટ સિપી મનોજ નિનામા, ઝોનના ડિસીપી, એસીપી, પીઆઇ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના જવાનો સાથેે બુધવાર રાતથી ફુટ પેટ્રોલિંગ કરાયું હતું અધિકારીઓએ  રૂટનું નીરીક્ષણ પણ કરાયું હતું. સ્થાનિક પોલીસ સહિતના અધિકારીઓને વરઘોડા દરમિયાન વરઘોડા દરમિયાન કોઇ અનચ્છનીય બનાવ ના બને માટે પોલીસ બંદોબસ્તો ગોઠવી દેવાયો હતો.
વિઠ્ઠલનાથજીના વરઘોડામાં એકેય ભાજપી ન ફરક્યા : ઋત્વિજ જોષી

Most Popular

To Top