રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી, તો બીજી તરફ સુરત મનપામાં 5 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 21 કેસ નોંધાયા છે. સાથે શુક્વારે વધુ 13 કોરોનાના દર્દીઓ સાજા પણ થયા છે, સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 5,05,001 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
શુક્રવારે કોરોનાના વધુ 21 નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં સુરત મનપામાં 5, અમદાવાદ અને વડોદરા મનપામાં 3-3, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરત ગ્રામ્યમાં 2-2 અને નવસારી, પોરબંદર, રાજકોટ ગ્રામ્યમાં 1-1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલમાં 158 એક્ટિવ કેસ, 153 દર્દીઓ સ્ટેબલ છે, તેમાંથી 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં શુક્રવારે 16 હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 5,468ને બીજો ડોઝ, તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 72,668 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 63,520ને બીજો ડોઝ, જ્યારે 18-45 વર્ષ સુધીના 2,10,037 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 1,53,291ને બીજો ડોઝ મળી આજે કુલ 5,05,001 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,18,80,420 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.