Charchapatra

2020 એ ખરાબ હતું !?

 (ના જી!) સફાઈની કિંમત શુ છે તે સમજાવી ગયું.! શરીરની તંદુરસ્તીની કિંમત સમજાવી ગયું.! ચાટ, ઇટાલિયન, મેક્સિકનની સામે ઘરની દાળ-રોટલીની કિંમત સમજાવી ગયું.! હોટેલમાં અને સામાજિક કાર્યક્રમોમાં વેડફાતા અન્નની કિંમત સમજાવી ગયું.! આજની બચત કાલની પૂંજી (ઘણા એને બીજો નાનો  અને / અથવા ત્રીજો (વચલો) ભાઈ પણ ગણે) છે તે વાત સમજાવી ગયું.!

શહેરોમાં વસનારને માદરે વતનની કિંમત સમજાવી ગયું.! ઈન્ટરનેટની દુનિયામાં ફસાયેલી નવી પેઢીને જૂની પેઢીની વાર્તા સમજાવી ગયું.! ઓનલાઈન શિક્ષણની કડાકૂટમાં શિક્ષકની કિંમત સમજાવી ગયું.! આપણી અંદર રહેલી છુપી કલાને જાગૃત કરી ગયું.! કામ ધંધામાં સદાય ઓતપ્રોત રહેનારને કુટુંબની કિંમત સમજાવી ગયું.! નોકરી અને ધન પાછળ ઘેલા થયેલ લોકોને જીવનની બીજી બાજુ શું છે તે સમજાવી ગયું.! વિપરીત પરિસ્થિતિમાં પણ રમાયેલું રાજકરણ પ્રજાને ઘણું બધું સમજાવી ગયું.!

શાળામાં ન શીખવ્યા હોય એવા બોધ શીખવાડી ગયું.! જનાવરોને પાંજરામાં થતી અનુભૂતિનો અહેસાસ શું છે તે માનવીને સમજાવી ગયું.! લગ્ન પ્રસંગો ઉત્તમ રીતે સાદાઈથી પણ થઈ શકે એમ સમજાવી ગયું.! પ્રદુષણ રહિત જીવનની અનુભુતી કરાવી ગયું.!અનુભવ એજ સૌથી મોટો શિક્ષક છે એ વાત યાદ રાખજો. ખરાબ સમય પણ ઘણું બધું શીખવાડી જાય છે એવુ કહેનાર વડીલોની (કહેવાતા વિદ્વાન વકીલોની નહીં ! ) વાત આજે સમજાય છે.! સમય પરિવર્તનશીલ છે ! ( એક અભ્યાસ)

સુરત     -સુનીલ રાજેન્દ્ર બર્મન આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top