Vadodara

2 કાઉન્સિલર, કાર્યકારી ઈજનેર, ટુરિસ્ટ ઓફિસર અને ફૂડ સેફ્ટી અિધકારી પોઝિટિવ

વડોદરા : ગુજરાત રાજ્ય સહિત વડોદરા શહેર – જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને તેના પછી નીકળેલી શિવજી કી સવારી બાદ શહેરમાં કોરોનાંનો વિસ્ફોટ થયો છે.ગુરુવારે વોર્ડ નં.13 અને વોર્ડ નં.8 ના મહિલા કાઉન્સિલર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના કાર્યકારી એન્જીનિયર, વીએમસી સભા ખંડના પ્યુન ,ટુરિસ્ટ ઓફિસર અને ફૂડ સેફટી ઓફિસર સહિત મધર્સ સ્કૂલના 4 વિદ્યાર્થીઓ અને ગાયત્રી સ્કૂલના 1 શિક્ષક કોરોનાં સંક્રમિત થયા હતા.


વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાં ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.ગત વર્ષે પણ માર્ચ મહિનાથી જ કોરોનાંનો રાફડો ફાટી નીકળવાની શરૂઆત થઈ હતી.ત્યારે આ વર્ષે પણ માર્ચ મહિનામાં જાણે કોરોનાં ચારે બાજુથી પોતાના સકંજામાં વડોદરા શહેરને લેવાનો હોય તેમ અનેક નવા નવા વિસ્તારોમાં કોરોનાં કેસોની સંખ્યામાં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે.

જોકે તંત્ર કોરોનાંના સાચા આંકડા છુપાવવા ટેવાયેલું હોય આ વખતે પણ આંકડાકીય માયાજાળ રચી આંકડા છુપાવવા તમામ પ્રકારની નીતિ અપનાવી રહ્યું છે.હજી પણ જો સાચા આંક જાહેર નહીં થાય તો લોકો કોરોનાંના ભયને નેવે મૂકી ફરશે અને આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ બગડશે.કોરોનાંના કેસો જે રીતે વધી રહ્યા છે.

તેના કારણે શહેર ફરી એકવાર લોકડાઉન જેવી પરિસ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું હોવાનું ફલિત થયું છે.ગુજરાત સરકારના પાપે રાજ્યની જનતા હેરાન પરેશાન બની છે. સરકારના આંખ આડા કાન અને ચૂંટણીમાં કરેલા તાયફાઓના પરિણામે હવે રાજ્ય સહિત વડોદરામાં કોરોનાં બેકાબુ બન્યો છે.

શહેરમાં વધતા જતા કોરોનાં ના વ્યાપ વચ્ચે વોર્ડ નં 13 ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર જાગૃતિબેન કાકા તથા વોર્ડ નં 8 ના ભાજપના કાઉન્સિલર મીનાબેન ચૌહાણ કોરોનાથી સંક્રમિત થતા આ બંને કાઉન્સિલર હાલની જ કોર્પોરેશનની સામાન્ય સભામાં હાજર રહ્યા હતા અને તે જ દિવસે જાગૃતિબેન ના સાથી કાઉન્સિલર જ્યોતિબેન પટેલની તબિયત લથડી હતી અને તેઓ પણ કોરોનાં માં સપડાયા હતા.

જે બાદ વડોદરા શહેર ભાજપે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના જન્મ દીવસની ઠેરઠેર ઉજવણી કરી હતી.જેમાં શહેર ભાજપ પ્રમુખ તેમજ નવ નિયુક્ત મેયર ની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કોરોનાં સંક્રમિત મહિલા કાઉન્સિલરના પતિ અને પૂર્વ કાઉન્સિલર પણ જોડાયા હતા.જો સરકારી નીતિ નિયમોનું પાલન માત્રને માત્ર સામાન્ય નાગરિકો માટે જ હોય તો સત્તાધારી પક્ષ માટે કેમ નહીં ના સવાલો પણ ઉઠ્યા હતા.

જ્યારે બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના કાર્યકારી એન્જીનિયર તેમજ મ્યુ.કમિશ્નરના ટેક્નિકલ પીએ રવિ પંડ્યા, પાલિકાના ટુરિસ્ટ ઓફિસર ચેતન પંડ્યા , તેમજ પાલિકાના જ આરોગ્ય વિભાગના ફૂડ સેફટી ઓફિસર મંગુ રાઠવા સહિત કોર્પોરેશનની સભા ખંડના પ્યુન શ્રેયસ શાહ પણ કોરોનાંથી સંક્રમિત થયા છે.

જ્યારે શહેરની મધર્સ સ્કૂલના ચાર વિદ્યાર્થી અને ગાયત્રી સ્કૂલના એક શિક્ષક પણ કોરોનાંમાં સપડાયા હતા.બીજી તરફ શહેરના છેવાડે આવેલા ખાનપુરમાં ગામમાં પણ ગુરુવારે વધુ બે કેસો સામે આવ્યા હતા.જેને લઈ તંત્ર દ્વારા તમામ તકેદારી ના પગલાં ભરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાંનો પ્રથમ કેસ માર્ચ મહિનામાં આવ્યો હતો.માર્ચના પંદર દિવસમાં જ રાજ્યમાં કુલ 74 કેસ નોંધાયા હતા અને 6 દર્દીના મોત થયા હતા.જે પછી આંક વધતો ગયો હતો.જ્યારે વડોદરા શહેર અને જીલ્લામાં પણ માર્ચ મહિનામાં જ છેલ્લા 10 દિવસથી કોરોનાં પોઝિટિવ કેસોનો આંક વધવા માંડ્યો છે.

પાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ગુરુવારે કોરોનાં પોઝિટિવના નવા 79 કેસ સામે આવ્યા હતા.જ્યારે 91 વ્યક્તિ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી.હાલ દિનપ્રતિદિન વધતા જતા કેસોને લઈ શહેરની સરકારી હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા વધારી દેવાઈ છે.જ્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

ઓફ લાઈન વર્ગો બંધ કરાશે, ધો.9 થી 12ની પરીક્ષા ઓનલાઈન લેવાશે

રાજ્યભરમાં કોરોનાનાં વધી રહેલા કેસોને પગલે શિક્ષણબોર્ડ  દ્વારા તા. 19મી માર્ચથી 10મી એપ્રિલ સુધી ચાલતા તમામ  શાળા કોલેજોના ઓફ લાઇન વર્ગો બંધ કરવાનો  મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી હવે શુક્રવારથી શરૂ થતી ધોરણ 9થી12ના વિધાર્થીઓ તેમજ કોલેજના વિધાર્થીઓની લેવાનારી ઓફ લાઈન પરીક્ષાઓ ઓન લાઈન જ લેવામાં આવશે. ઉપરાંત   વિધાર્થીઓના વિશાળ હિતમાં તાત્કાલીક અસરથી તમામ શિક્ષણ કાર્ય તેમજ પરીક્ષા 10મીએપ્રિલ સુધી  ઓનલાઇન  કરવામાં આવશે. ત્યારે વડોદરા શહેર જિલ્લાની તમામ શાળા કોલેજો શિક્ષણ કાર્ય ઓન લાઈન જ કરવામાં આવશે.

ફી નિયમન અંગે વાલીમંડળ અને ફેડરેશન પેરેન્ટસ એસોસીએશનની મેયરને રજૂઆત

શહેરના વાલી મંડળ અને ફેડરેશન પેરેન્ટસ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા નવનિયુક્ત મેયર ને શુભેચ્છા પાઠવી ફી નિયમન અંગે વાલી વતી રાજ્ય સરકારને રજૂઆત કરવા માંગ કરી છે. ફેડરેશન   પેરેન્ટસ એસોસિએશન ઓફ ગુજરાત અને વડોદરાના વાલી મંડળ દ્વારા ગુરુવારે પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી મેયર કેયુરભાઈ રોકડિયા ની શુભેચ્છા મુલાકાત કરી હતી મુલાકાત દરમિયાન રજૂઆત કરતાં વાલીઓએ જણાવ્યું હતું કે ફી નિયમન કાયદાનું ઉલ્લંઘન કરતી ખાનગી શાળાઓ અંગે વાલીઓ વતી રાજ્ય સરકારને મેયર રજુઆત કરે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top