બ્રાઝિલમાં ( BRAZIL) કોરોના ( CORONA) મહામારીએ લોકોને ભારે પરેશાનીમાં મૂકી દીધા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 1972 ચેપગ્રસ્ત લોકોનાં મોત થયાં છે. આ રોગચાળાથી એક દિવસમાં પોતાનો જીવ ગુમાવનારા આ લોકોની સંખ્યા સૌથી વધુ છે આ મહિનાની શરૂઆતમાં, 3 માર્ચે, 1840 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
છેલ્લા 24 કલાકમાં, બ્રાઝિલમાં કોરોનાના 70,764 નવા કેસ નોંધાયા છે. તે વિશ્વમાં સૌથી વધુ છે. અત્યાર સુધી, 1.12 લોકોને કોરોનાથી ચેપ લાગ્યો છે. 98.43 લાખ લોકો સાજા થયા છે અને 1.68 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
ઓલિમ્પિક્સમાં વિદેશી દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ છે
કોરોનાને કારણે જાપાન ( JAPAN) ઓલિમ્પિક્સ ( TOKYO OLYMPIC) અને પેરાલિમ્પિકમાં વિદેશી દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સમાચાર એજન્સી અનુસાર, 25 માર્ચે દર્શકોને ટોર્ચ રિલેના ઉદઘાટન સમારોહમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ( SYRUM INSTITUTE) માંથી કોરોના રસીના 4.68 લાખ પ્રથમ ડોઝ અફઘાનિસ્તાન પહોંચી ગયા છે. મંગળવારે ભારતમાં અફઘાનિસ્તાનના રાજદૂત ફરીદ મામુંદજેએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. તેમણે આ માટે ભારતનો આભાર માન્યો અને કહ્યું કે આ રસીઓ આપણને જીવન બચાવવામાં અને વાયરસના ફેલાવાને રોકવામાં મદદ કરશે.
ઓસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાનને કોરોના
ચેપ લાગ્યાં બાદ ઓસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાન ગ્રેગ હન્ટને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે સરકારે આ માહિતી આપી હતી. હંટને સપ્તાહના અંતે એસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવી હતી. હન્ટની ઓફિસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે અને એન્ટિબાયોટિક્સવાળા પ્રવાહી યુક્ત આહાર આપવામાં આવી રહ્યો છે.
વિશ્વમાં દર્દીઓની સંખ્યા 11.81 કરોડથી વધુ છે
વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 11.81 કરોડને વટાવી ગઈ છે. 9કરોડ 38 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 26 લાખ 21 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં, વિશ્વમાં 3.85 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા અને સારવાર દરમિયાન 8,000 થી વધુ દર્દીઓએ દમ તોડી દીધો હતો. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.
સમ્રગ દુનિયામાં હાલ કોરોના વાયરસના લીધે લોકોમાં ભયનો માહોલ જોવાઈ રહ્યો છે . ભારતીય વેક્સીન હાલ દુનિયાના મોટાભાગના દેશોમાં પહોચાડવામાં આવી રહી છે. છતા દુનિયાના કેટલાય દેશોમાં કોરોના ફરીથી તેનો પ્રકોપ ફેલાવી રહ્યો છે.