મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં એક 17 વર્ષની છોકરીએ ‘મૃત્યુ પછી શું થાય છે’ માટે ઓનલાઈન સર્ચ કરીને આત્મહત્યા કરી લીધી. એક પોલીસ અધિકારીએ એક સમાચાર એજન્સીને આ માહિતી આપી. મૃતક એક ખાનગી શાળાનો 12માં ધોરણની વિદ્યાર્થીનિ હતી અને નાગપુરમાં RBIના પ્રાદેશિક નિર્દેશકની એકમાત્ર સંતાન હતી.
એવું કહેવાય છે કે છોકરીને મૃત્યુ અને વિદેશી સંસ્કૃતિઓ વિશેની માહિતી જાણવામાં રૂચિ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેણે કથિત રીતે પહેલા છરી વડે પોતાના કાંડાને કાપી નાંખ્યા હતા અને પછી ‘સ્ટોન બ્લેડ ચાકુ’ વડે ક્રોસ માર્કસ બનાવ્યા હતા. ત્યારબાદ તેણે આત્મહત્યા કરવા માટે તેનું ગળું કાપી નાખ્યું હતું. તેણે છરી ઓનલાઈન મંગાવી હતી.
પોલીસે જણાવ્યું કે બાળકીની માતા ગૃહિણી છે. સોમવારે સવારે લગભગ 5.45 વાગે તેમને છત્રપતિ નગર વિસ્તારમાં તેમના ઘરની અંદર તેમની પુત્રી લોહીથી લથપથ હાલતમાં મળી. જેના કારણે તે ડરી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ધંતોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું કે છોકરીનો મોબાઈલ ફોન કબ્જે લીધો છે. તપાસમાં એવી વિગત બહાર આવી છે કે છોકરી ગૂગલ પર મૃત્યુ પછી શું થાય છે, તેની માહિતી સર્ચ કરતી હતી. આ સાથે જ પોતાની ડાયરીમાં વિદેશી સંસ્કૃતિ અંગે વિસ્તારથી લખ્યું હતું.
છોકરીને યુરોપીય સંસ્કૃતિમાં રૂચિ હતી
પોલીસને એવી માહિતી મળી છે કે છોકરીને યુરોપીય સંસ્કૃતિમાં વિશેષ રૂચિ હતી અને તે પાછલાં કેટલાંક સમયથી મૃત્યુ અંગે સર્ચ કરી રહી હતી. તેનાથી એવું લાગી રહ્યું છે કે છોકરી પાછલા કેટલાંક દિવસોથી આપઘાત કરવાનું પ્લાનિંગ કરી રહી હતી. મૃતદેહની તપાસ દરમિયાન પોલીસે છોકરીના કાંડા પર પાંચ કટ મળી આવ્યા છે. જેમાં બે ક્રોસના નિશાન હતા. તેણીએ પોતાનું ગળું પણ કાપ્યું હતું.
છોકરી પોતાના માતા-પિતા સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતી હતી. જ્યારે પહેલા માળ પર તેના કાકાનો પરિવાર અને દાદી રહેતી હતી. હાલ ધંતોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.