દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) સાંસદ લાલુભાઇ પટેલના કચીગામ સ્થિત ફાર્મ હાઉસમાં (FarmHouse) પારડી ઉમરસાડી ગામનો પટેલ પરિવાર પાર્ટી કરવા આવ્યો હતો. દરમ્યાન પરિવારના સભ્યો સ્વિમિંગ પુલમાં (SwimmingPool) નાહવા જતા એક 15 વર્ષનો તરૂણ પુલમાં ડૂબી જતા મોતને (Death) ભેટ્યો હતો.
- ઉમરસાડીનો પટેલ પરિવાર ફાર્મ હાઉસમાં વેકેશન માણવા આવ્યો હતો, ત્યારે સ્વિમિંગ પુલમાં બાળકો ન્હાવા પડતા બનેલી ઘટના
- કચીગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઇવાડ વિસ્તારમાં રહેતાં સુભાષભાઈ પટેલ તેમના પરિવારના સભ્યો અને બાળકો સાથે દમણ ડાભેલના તેમના સંબંધી જીતેન્દ્ર પટેલ અને તેના પરિવાર સાથે કચીગામ દેસાઈવાડમાં આવેલા સાંસદ લાલુભાઇ પટેલના ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા 4 જુનના રોજ આવ્યા હતા. જ્યાં પરિવારના નાના મોટા બાળકો સ્વિમિંગ પુલમાં રાત્રિ દરમ્યાન નાહવા પડ્યા હતા.
આ સમયે પરિવારનો 15 વર્ષીય પુત્ર નીવ સુભાષભાઈ પટેલ પાણીમાં ડૂબી બેભાન થઈ જતાં તેને તાત્કાલિક નાની દમણ મરવડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો. કચીગામ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેનની વધુ પડતી ભીડે લિંબાયતના નવલોહિયા યુવકનો ભોગ લીધો, સારવારમાં મોત
સુરત: ટ્રેનમાં વધુ પડતી ભીડને કારણે યુવક ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. પાંચ દિવસની સારવાર બાદ ગતરોજ તેનું નવી સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. યુવકના મોતને 12 કલાક થયા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોસ્ટમોર્ટમ મોડું થયું હતું. યુવકની આંખોનું દાન કરવામાં આવ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર લિંબાયતમાં આંબેડકરનગરમાં રહેતો આકાશ રવિન્દ્ર પવાર (18 વર્ષ) ગઈ 30મી તારીખે ટ્રેનમાં બેસીને સુરતથી નંદુરબાર જતો હતો. ટ્રેનમાં ભારે ભીડ હતી જેથી નંદુરબાર પહેલાના ઢેકવદ રેલવે સ્ટેશન પાસે ભીડને કારણે આકાશ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. તેને સારવાર માટે પહેલા નંદુરબાર અને બાદમાં વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પાંચ દિવસની સારવાર બાદ ગતરોજ મોડી રાત્રે આકાશનું મોત નિપજ્યું હતું. ત્યારે વોર્ડમાંથી ડોક્ટરે ડામાના શેરા સાથે પોલીસને જાણ કરી હતી.
પોલીસે પણ ડામાની નોંધ કરી હતી. સવારે 11 વાગે પોલીસને ખબર પડી કે જે પેશન્ટમાં ડામાની નોંધ કરી તેનું ખરેખર અવસાન થયું છે. ત્યારબાદ પોલીસે ઇન્ક્વેસ્ટ ભરીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી હતી. ડોક્ટરોની બેદરકારીને કારણે પોસ્ટમોર્ટમ મોડેથી થયું હતું. પરિવારજનોએ આકાશની આંખોનું દાન કર્યું છે.