મહીસાગરમાં સંતરામપુરમાં ધોળા દિવસે એક મકાનમાં ગર્ભપાત કરાવાતો હોવાના વીડિયો બાદ પાટણના સિદ્ધપુરમાં તાવડિયા ગામની સીમમાં ઝાડી નજીક એક પ્લાસ્ટિકની બોટલમાંથી 13 જેટલા બાળ ભૃણ મળી આવતા હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે. જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા તેમજ પોલીસ દ્વ્રારા સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી દેવાઈ છે.
સંતરામપુરમાં એક મકાનમાં ગર્ભવતી મહિલાને સુવડાવીને ગર્ભપાત કરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતાં તપાસ દરમ્યાન એક નર્સ સહિતની ત્રણેક મહિલાઓની ધરપકડ કરી લેવાઈ છે.
સિદ્ધપુરના તાવડિયા ગામની સીમમાં પ્લાસ્ટિકના ડબ્બામાંથી બાળ ભૃણ મળી આવ્યા છે. અંદાજે 13 જેટલા ભૃણ પ્લાસ્ટિકની બોટલ તેમજ ડબ્બામાંથી મળી આવ્યા છે.તાવડિયા ગ્રામ પંચાયતના એક સભ્યએ મીડિયાને કહ્યું હતું કે ગામના કેટલાંક છોકરાઓ ભેસો ચરાવવા સીમમા ગયા હતા તે દરમ્યાન એક પ્લાસ્ટિકનો કોથળો મળી આવ્યો હતો. જેમાં 13 જેટલી પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. જેમાં ભૃણ મળી આવ્યા હતાં.