SURAT

સુરતની આ સ્કૂલમાં બોર્ડની સ્ટુડન્ટ મોબાઇલમાંથી લખતા પકડાઈ!

સુરત : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 સાથે ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાને પ્રારંભ થયાના ત્રીજા દિવસે ગેરરીતિનો પહેલો કેસ નોંધાયો છે. આજે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની રસાયણ વિજ્ઞાન વિષયની પરીક્ષા હતી. જેમાં વનિતા વિશ્રામ શાળામાં વિદ્યાર્થિની મોબાઇલ સાથે પકડાઈ હતી. આ મામલે સ્થળ સંચાલકે વિદ્યાર્થિની સામે પોલીસ કેસ કર્યો હતો. હવે શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર વિદ્યાર્થિનીની સજા સાબિત થશે તો આખું પરિણામ રદ થવાની સાથે આગામી બે વર્ષ સુધી પરીક્ષામાં બેસી શકશે નહીં.

આ આખી ઘટના મામલે જિલ્લા શિક્ષણાધિકારી ડો. દિપક દરજીથી જાણવા મળ્યું હતું કે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની રસાયણ વિજ્ઞાન વિષયની પરીક્ષા હતી. એમાં વનિતા વિશ્રામ શાળામાં એક વિદ્યાર્થિની મોબાઇલ લઇને બેઠી હતી. જેને ખંડ નિરિક્ષકે નિરક્ષણ સમયે જ પકડી પાડી હતી. હાલ વિદ્યાર્થિનીનો ગેરરીતિનો કેસ બનાવવાની સાથે શિક્ષણ બોર્ડના નિયમ મુજબ પોલીસ કેસ કરાયો છે. વિદ્યાર્થિની સજા સાબીત થશે તો શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર સમગ્ર પરિણામ રદ કરાશે તથા આગામી બે વર્ષ સુધી પરીક્ષામાં બેસી શકશે નહીં. સૂત્રો કહે છે કે વિદ્યાર્થિની મોબાઇલમાંથી પ્રશ્ન શોધતી હતી. તેવામાં જ ખંડ નિરિક્ષકે પકડી પાડી હતી.

આજરોજ તા. 3જીના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10માં સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયની તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન વિષયની પરીક્ષા હતી. એમાં ધોરણ-10માં સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયમાં 16,542માંથી 16,397 વિદ્યાર્થી હાજર રહ્યાં હતા, જ્યારે 41 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા. આમ, હાજરી 99.12% નોંધાઈ હતી. આવી જ રીતે ધોરણ-12 સામાન્ય પ્રવાહની આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષામાં 43,058માંથી 354 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા, જ્યારે 42,704 વિદ્યાર્થી હાજર રહેતા હાજરી 99.18% નોંધાઈ હતી. ઉપરાંત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન વિષયની પરીક્ષા હતી. એમાં 16,542માંથી 16,397 વિદ્યાર્થીઓ હાજર અને 145 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા. જેમાં હાજરી 99.12% નોંધાઈ હતી.

આંકડાશાસ્ત્રનું પેપર બેઠું પુસ્તકમાંથી, દાખલાની રકમમાં પણ ફેરફાર નહીં
ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર વિષયનું પેપર આખું પાઠ્ય પુસ્તક આધારીત હતું. તમામ પ્રશ્નો પાઠ્ય પુસ્તકમાંથી પુછાયા હતા. જેથી પાઠ્ય પુસ્તકમાંથી તૈયારી કરાનારા વિદ્યાર્થીઓ સારો એવો સ્કોર કરશે. દાખલની રકામાં પણ કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો ના હતો. વિદ્યાર્થીઓએ યોગ્ય સમય મર્યાદામાં આખુ પેપર પૂર્ણ કર્યું હશે. આંકડાશાસ્ત્રના પેપરને જોતા હોશિયારને છોડીને અન્ય વિદ્યાર્થીઓએ પણ ખૂબ સારૂ પ્રદર્શન કર્યું હશે એમ હતું.

રસાયણ વિજ્ઞાનું પેપર ના સરળ- ના અઘરું, એનસીઆરટી આધારિત
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં રસાયણ વિજ્ઞાન વિષયની પરીક્ષા હતી. જે પેપર અપેક્ષા કરતા ના સરળ અને ના અઘરું હતું એટલે કે મધ્યસ્થ પેપર હતું. આખા પેપરના તમામ પ્રશ્નોને જોતા એનસીઆરટી આધારિત રહ્યું હોવાનું માલૂમ પડે છે. પાર્ટ-એમાં 45 એમસીક્યૂ થિઅરીમાંથી અને 5 એમસીક્યૂ દાખલા ટાઇપના હતા. જે તમામ એમસીક્યૂ એનસીઆરટીમાંથી જ હતા. આ જ રીતે પાર્ટ-બીમાં વિકલ્પ સાથે 23 પ્રશ્નો હતા. જેમાં 3 પ્રશ્નોમાં દાખલા તેમજ 15 પ્રશ્નો થિઅરીના હતા. ચાર પ્રશ્ન ઓરગેનિક પ્રક્રિયાના હતા. જે વિદ્યાર્થઈઓને આવડી જાય એમ હતા. આમ, પેપર એકંદરે સરળ અને સમયસર પૂર્ણ થઈ ગયું હોય શકે.

એકંદરે પેપર સરળ રહ્યું, ઓછી મહેનત કરનારા વિદ્યાર્થીઓને 40થી 45 લાવી શકે એવું
ધોરણ-10માં સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયની પરીક્ષા લેવાય હતી. જેનું પેપર એકંદરે સરળ હતું. પેપરમાં વિભાગ-એમાં અને વિભાગ-ડી અત્યંત સરળ રહ્યા હતા. પ્રશ્ન નંબર 22,25,26,28,31,35 અને 37 એમ કુલ 21 માર્કસ ના પ્રશ્નો સંપૂર્ણ પણે ટેક્સ્ટ બુક માંથી લીધેલા હતા. અઘરા ગણી શકાય એવા 19 ગુણના પ્રશ્ન નંબર 6,12,19,21,27,28,30 અને 35 હતા. ઓછી મહેનત કરનારા વિદ્યાર્થીઓને 40થી 45, મધ્યમ વિદ્યાર્થીને 45થી 65 અને હોશિયાર વિદ્યાર્થી 75થી 80 ગુણ લાવી શકે એવું પેપર હતું.

Most Popular

To Top