સુરત: સુરત રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા પુનઃ વિકાસ કાર્યના કારણે પશ્ચિમ રેલ્વેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 12 વિશેષ ટ્રેનોના સ્ટોપેજને સુરત સ્ટેશનના બદલે ઉધના સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવ્યો છે. આ સાથે આ ટ્રેનોના ગતિસમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ ફેરફાર 10 જાન્યુઆરીથી અમલમાં આવ્યો છે. આગામી સૂચનાઓ સુધી ચાલુ રહેશે. ટ્રેન યાત્રીઓને આ બદલાવને કારણે કોઈ અનાવશ્યક અસુવિધા ન થાય તે માટે રેલ્વે તરફથી તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ઉધના સ્ટેશને શિફ્ટ કરાયેલી ટ્રેનો
- 09207 બાંદ્રા-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ, આગમન બપોરે 1.35 વાગ્યે, રવાના બપોરે 1.40 વાગ્યે
- 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, આગમન બપોરે 1.13 વાગ્યે, રવાના 1.18 વાગ્યે
- 09724 બાંદ્રા ટર્મિનસ-જયપુર સ્પેશિયલ, આગમન બપોરે 1.35 વાગ્યે, રવાના બપોરે 1.40 વાગ્યે
- 09723 જયપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, આગમન બપોરે 1.13 વાગ્યે, રવાના 1.18 વાગ્યે
- 09622 બાંદ્રા ટર્મિનસ-અજમેર સ્પેશિયલ, આગમન બપોરે 2.50 વાગ્યે, રવાના બપોરે 2.55 વાગ્યે
- 09621 અજમેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, આગમન રાત્રે 11.55 વાગ્યે, રવાના રાત્રે 11.59 વાગ્યે
- 09415 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સ્પેશિયલ, આગમન રાત્રે 11.12 વાગ્યે, રવાના રાત્રે 11.17 વાગ્યે
- 09653 અજમેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, આગમન સવારે 7.51 વાગ્યે, રવાના 7.56 વાગ્યે
- 04711 બિકાનેર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, આગમન સવારે 11.26 વાગ્યે, રવાના સવારે 11.31 વાગ્યે
- 09419 અમદાવાદ-તિરુચિરાપલ્લી સ્પેશિયલ, આગમન બપોરે 1.08 વાગ્યે, રવાના બપોરે 1.13 વાગ્યે
- 09627 અજમેર-સોલાપુર સ્પેશિયલ, આગમન બપોરે 1.37 વાગ્યે, રવાના બપોરે 1.42 વાગ્યે
- 09628 સોલાપુર-અજમેર સ્પેશિયલ, આગમન રાત્રે 11.30 વાગ્યે, રવાના રાત્રે 11.55 વાગ્યે