SURAT

કોરોનાના સુરત શહેરમાં 6 દર્દી સાથે રાજ્યમાં 12 નવા કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. જેમાંથી અડધા એટલે કે 6 કેસ સુરત મનપામાં નોંધાવા પામ્યા છે. આ સાથે વધુ 16 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાથી એકપણ વ્યકિતનું મૃત્યું નોંધાવા પામ્યું નથી. કોરોનાના થયા બાદ આજે અમદાવાદ મનપામાં એકપણ નવો કેસ નોંધાયો નથી રાજ્યમાં હાલમાં હજી પણ 161 એક્ટિવ કેસ છે.

જેમાંથી 156 દર્દીઓ સ્ટેબલ છે અને 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાના નવા કેસમાં સુરત મનપામાં 6, વડોદાર મનપામાં 4, જામનગર મનપા અને સુરત ગ્રામ્યમાં 1-1 મળી કુલ 12 નવા કેસ નોંઘાયા નથી. રાજ્યમાં આજે 4 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો

જ્યારે 1718ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 45થી ઉપરના 20,392 વ્યક્તિને પ્રથમ અને 16,992ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 18-45 વર્ષ સુધીના 59,922 પ્રથમ અને 50,478ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આજે કુલ 1,49,486 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 5,25,77,634 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top