કોઝિકોડ (Kozhikode): કેરળમાં એક ટ્રેન પેસેન્જરમાંથી કોઝિકોડ ( Kozhikode, Kerala) રેલવે સ્ટેશન પર 100થી વધુ જીલેટીન (gelatin sticks) અને 350 ડિટોનેટર્સ (detonators)- વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. રેલવે પ્રોટેક્શન ફોર્સ (Railway Protection Force) અથવા આરપીએફે ચેન્નાઈ-મંગલપુરમ એક્સપ્રેસની એક મહિલા મુસાફર પાસેથી વિસ્ફોટકો કબજે કર્યા હતા. રમણી નામની આ મહિલા કે જે મૂળ તમિળનાડુનો વતની છે, તેને કસ્ટડીમાં લેવામાં આવી છે; પોલીસે કહ્યુ કે આ મહિલાએ વિસ્ફોટકો ટ્રેનની સીટ નીચે એક બેગમાં રાખ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેણે હાલમાં પોલીસને એવુ કહ્યુ છે કે તે આ વિસ્ફોટકો એક કૂવો ઉડાવવા માટે લઇ જઇ રહી હતી.
પોલીસે જણાવ્યું હતું કે તેઓ આ ઘટનાની તમામ ખૂણાથી તપાસ થઇ રહી છે. વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે. જણાવી દઇએ કેરળમાં એપ્રિલ-મેમાં રાજ્યની ચૂંટણી યોજાવાની છે. સમાચાર આવ્યા છે કે આજે સાંજે ઇલેક્શન કમિશનના અધિકારીઓ કેરળ સહિત આસામ, તમિલનાડુ, પ. બંગાળ અને પુડ્ડુચેરીમાં ચૂંટણીોની તારીખોની ઘોષણા કરશે. જણાવી દઇએ કે આખા દેશમાં અનેક રાજ્યોમાં વિધાનસભાની અને મનપાની ચૂંટણીઓ થઇ ગઇ છે, અથવા થવાની છે. બીજી બાજુ ખેડૂત આંદોલન પણ ચાલુ છે. જેને લઇને રાજકીય માહોલ ગરમા ગરમીમાં છે. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષો ભાજપનો દેશભરમાં પગ-પેસારો ન થાય તે માટે દરેક શક્ય પગલા લઇ રહ્યા છે.
જણાવી દઇએ કે ગુરુવારે દેશના ટોચના બિઝનેસમેન રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝના (RIL) ચેરમેન મુકેશ અંબાણીના (Mukesh Ambani) ઘર ‘એન્ટિલિયા’ પસેથી પોલીસને એક વિસ્ફોટક ભરેલી કાર મળી હતી. મુંબઇ પોલીસે સાઉથ બોમ્બે સ્થિત મુકેસ અંબાણીના એન્ટિલિયા પાસેથી મળેલી કારમાંથી 21 જીલેટીન લાકડીઓ જેમાં દરેકનું વજન 125 ગ્રામ હતુ તે કબજે કર્યું હતું. આ વિસ્ફોટક સાથે એક બેગ હતી જેના પર લખ્યુ હતુ ‘મુંબઇ ઇન્ડિયન્સ’. આ બેગમાં એક ધમકી આપતો પત્ર હતો જેમાં લખ્યુ હતુ કે, ‘મુકેશ ભૈયા નીતા ભાભી યે તો સિર્ફ ટ્રેલર હૈ, પૂરે પરિવાર કો ઉડાને કી સારી તૈયારીયાં હો ચૂકી હૈ. સાવધાન રહો. શુભ રાત્રિ.’.