નડિયાદ : ખેડા જિલ્લામાં જુગારીઓ સક્રિય થયા છે. પોલીસ દ્વારા અલગ અલગ ૧૮ સ્થળે દરોડા પાડીને ૧૧૦ શખ્સોને જુગાર રમતાં ઝડપી પાડી, કુલ રૂ. ૨,૬૮,૧૫૫ નો મુદ્દામાલ કબજે લઇ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા જિલ્લાના વસો તાલુકાના દાવડાના રામનગરમાં આવેલા ભડિયા વિસ્તારમાં જુગાર રમી રહેલા ૬ શખ્સોને રૂ. 3૬,૪૦૦ ના મુદ્દામાલ સાથે, ઠાસરા તાલુકાના મૂળિયાદ ગામની સીમમાં શેઢી નદીના કિનારે આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ૬ શખ્સોને રૂ. ૧૨૭૦ સાથે, સેવાલીયાના રાજુપુરાથી ૫ શખ્સોને ૨૮૦૦ સાથે, સેવાલીયાથી ૫ શખ્સોને રૂ. ૧૫૪૦ સાથે, સોનીપુરાથી ૫ શખ્સોને રૂ. ૪૧3૫ સાથે ઝડપી પાડ્યા હતા.
આ ઉપરાંત નડિયાદમાંથી ૪ શખ્સોને રૂ. 3૦૮૦ સાથે, સિવિલ હોસ્પિટલથી ઉત્તરસંડા જવાના માર્ગે મહિકેનાલના ગરનાળાની પાળી પર જુગાર રમી રહેલા ૪ શખસોને રૂ. 3૭૦ સાથે, ખાડ અમથા ફળિયામાં ખોડિયાર માતાના મંદિર સામેની ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા ૧૫ શખ્સોને રૂ. ૧૫૯૯૦ ના મુદ્દામાલ સાથે, મરીડા રોડ પર જાહરેમાં જુગાર રમી રહેલા ૫ શખ્સોને રૂ. ૧3,૭૨૦ ઝડપી પાડ્યા હતા. આ સિવાય નડિયાદ તાલુકાના આખડોલ તાબે ગોકળપુરા સીમ વિસ્તારમાં જુગાર રમી રહેલા ૮ શખ્સોને રૂ. ૨3, 3૦૦ સાથે, સલુણ વાંટામાં આવેલી સંતરામ કોલોનીમાં જુગાર રમતાં ૪ શખ્સોને રૂ. 3૧,૮૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
માતરના ઉંઢેલામાં જુગાર રમતાં ૧૦૬૨૦ સાથે ૫ ઇસમોને, મહેમદાવાદના કાચ્છઇમાંથી રૂ. 3૧૬૦ સાથે 3 શખ્સોને, લિંબાસીના સાયલના ગામની સીમમાંથી ૧૦ શખ્સોને રૂ. ૧૧,૨૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસ ઝડપી પાડ્યા હતા. ખેડા ટાઉન પોલીસે બાવરા ગામની સીમમાં સ્મશાનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૫ શખ્સોને રૂ. ૭૯,૬૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ સિવાય બહારપુરામાંથી ૫ શખ્સોને રૂ.૬૨૦૦ સાથે, નાયકાથી ૯ શખ્સોને ૨૦,૯૦૦ સાથે અને નડિયાદ તાલુકાના ભૂમેલથી ૬ શખ્સોને રૂ.૨૦૨૦ સાથે ઝડપી પાડી, તમામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પગલે ફફડાટ ફેલાઇ ગયો હતો.