વડોદરા શહેરમાં કોરોનાના વધતા જતા વ્યાપે તંત્રની ચિંતામાં વધારો કરી દીધો છે.ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં સંક્રમણની ચેઈન વધુ લાંબી અને દિવસે દિવસે વધુ જકડાઈ રહી હોય તેમ ગુરુવારે 1047 વ્યક્તિઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું.શહેરના ચારેય ઝોનમાં 200 થી વધુ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થઈ રહી છે.જ્યારે આ બાબતે રૂરલમાં કોરોનાથી લોકોમાં જાગૃતતા આવી હોવાનું જાણવા મળ્યું છે.જીલ્લામાં 97 કેસો નોંધાયા હતા.જ્યારે પાલિકાના ચોપડે કોવિડથી મૃત્યુ આંક 623 પર સ્થિર રહેવા પામ્યો છે. વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે.એક દિવસમાં કોવિડના કેસોમાં ગણો વધારો થયો છે.હાલ પાલિકાની આરોગ્ય વિભાગની ટિમો દ્વારા સેમ્પલિંગની કામગીરીને વધારવામાં આવી છે.
જેના કારણે રોજે રોજ સંખ્યાબંધ કેસો આવવા માંડ્યા છે. વિતેલા 24 કલાકમાં 11,099 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 1047 પોઝિટિવ આવ્યા છે.જ્યારે 10,052 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જ્યારે બીજી તરફ શહેરની સરકારી, ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 221 દર્દીઓ સાજા થઇ જતા તેઓને રજા આપી દેવામાં આવી હતી.જોકે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ સાત દિવસ સખત હોમ ક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.વિતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલ ની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 231 દર્દીઓ દક્ષિણ ઝોનમાં 236 દર્દીઓ પૂર્વ ઝોનમાં 230 દર્દીઓ જ્યારે પશ્ચિમ ઝોનમાં 253 દર્દીઓ સહિત વડોદરા રૂરલ માંથી 97 દર્દીઓ મળી કુલ 1047 વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત જણાઈ આવી હતી.
ઉ.પ્રદેશના પ્રવાસ બાદ શબ્દશરણ બ્રહ્મભટ્ટ કોરોના પોઝિટિવ
કોરોના ના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે જેમાં રાજકારણીઓ પણ બાકાત નથી.જ્યારે કોરાના કેસો વધી રહ્યા છે. ત્યારે હજુ પણ રાજકારણીઓ દ્વારા મૌન ધરણાં, લોકાર્પણ અને ખાત મુર્હત સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા( સોટ્ટા) અને તેમનો પરિવાર કોરોનાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ કોરોના ગ્રસ્ત થયા હતા ત્યારબાદ કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલ અને તેમનો પરિવાર પણ કોરોના ની ઝપેટમાં આવી ગયો છે. પ્રદેશના ભાજપ ના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ ઉ.પ્રદેશના પ્રદેશના પ્રવકતા તરીકે ગયા હતા ત્યાં અનેક નેતાઓ સાથે મુલાકાત બાદ તબીયત નાદુરસ્ત જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવતાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોના ના ટેસ્ટ કરવાની સૂચના પણ આપી છે. દિવસે કોરોના કેસો વધતા બીજી લહેર કરતા ત્રીજી લહેર વધુ કોરોના કેસો આવી રહ્યા છે અને હજુ પણ તંત્ર ની કામગીરી માં પોલમ પોલ બહાર આવી રહી છે.
ડીસીપી, પી.આઈ, પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ સહિત 6 કોરોના સંક્રમિત
કોરોના એ સમગ્ર શહેરને બાનમાં લીધું છે.ત્યારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનામાં સપડાવવાથી બાકાત નથી.કોરોનાની અગાઉ ઉદ્ભવેલી મહામારીમાં પણ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ કોરોનાના ભરડામાં આવ્યા હતા.જે સિલસિલો આજે પણ યથાવત છે.શહેરના એક ડીસીપી,સીટી પોલીસ મથકના પીઆઈ, મકરપુરાના પીએસઆઈ, પોલીસ હેડકવોટર્સના હેડ કોન્સ્ટેબલ તેમજ ગોરવા અને નંદેસરી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 કોરોના સંક્રમિત થયા છે.હાલ તેઓ હોમક્વોરેન્ટાઈન થઈ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.