JEE એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓ છે. જ્યારે અમદાવાદના 3 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા લેવલે ઝળક્યા છે. નમન સોનીએ ઓલ ઇન્ડિયા છઠ્ઠો રેન્ક મેળવ્યો છે. અનંથ કિદામ્બીએ ઓલ ઇન્ડિયા 13મો રેન્ક મેળવ્યો છે, જ્યારે લીસન કડીવારે 57મો રેન્ક મેળવ્યો છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)એ JEE એડવાન્સ 2021ની પરીક્ષાનું આયોજન 3 ઓક્ટોબરના રોજ થયું હતું, જેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામમાં સમગ્ર દેશમાં ટોપ 100 વિદ્યાર્થીમાંથી ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગુજરાતના નમન સોની (છઠ્ઠો રેન્ક), અનંત કિડામબી (13મો રેન્ક), પરમ શાહ (52મો રેન્ક), લિસન કડીવાર (57મો રેન્ક), પાર્થ પટેલ (72મો રેન્ક) અને રાઘવ અજમેરા (93મો રેન્ક) ટોપ 100માં સ્થાન પામ્યા છે. JEE એડવાન્સની પરીક્ષામાં 57મો રેન્ક મેળવનાર લિસન કડીવારનો પરિવાર ચાની કિટલી ચલાવે છે.