ભરૂચ : જંબુસર તાલુકાના સીગામમાં ભવ્યરાજ નામના ફાર્મ હાઉસમાં એકાંતમાં આવેલી ઓરડીમાં ડ્રગ્સના ૩ જણા ગેરકાયદે માદક પદાર્થ સાથે ભરૂચ એસઓજી પોલીસે આબાદ રીતે ઝડપાતા ભારે સળવળાટ મચી ગયો હતો.સીગામ ફાર્મ હાઉસના સીમનો આર્થિક સપોર્ટ કરતો યુવાન આરોપી પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે 10,01,150/-મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ડ્રગ્સ માદક દ્રવ્યો ભરૂચ જીલ્લામાં પગપેસારો થઇ ગયો છે.ભરૂચના એસઓજી પીઆઈ કે.ડી.મંડોરાને મળેલી એવી બાતમી મળી હતી કે જંબુસર તાલુકાના સીગામમાં એકાંતમાં ભવદીપસિંહ મુકેન્ર્ેસિંહ યાદવના ભવ્યરાજ ફાર્મ હાઉસમાં ઓરડીમાં ગેરકાયદે ચાલતી કેલેન્ડેસ્ટાઇન લેબોરેટરી ગેરકાયદે ઉભી કરીને એફેડ્રીન ડ્રગ્સ સહીત જુદાજુદા માદક દ્રવ્યો ઉભા કર્યા હતા.એસઓજી પોલીસને મળેલી બાતમીને ખુબ જ ગંભીરતાથી લઈને રાત્રીના સમયે રેડ પાડતા ત્રણ ઈસમો ઝડપાઈ ગયા હતા.
જેમાં (૧)ઓમપ્રકાશ રામલાલ સાકરિયા રહે- બી/51, નંદનવન સોસાયટી,ભડકોદરા, તક-અંકલેશ્વર મૂળ રહે-પીચાવા,જી-પાલી (રાજસ્થાન) (2)અમનસિંગ નરેન્દ્રસિંગ રહે-212,ગીતા કોમ્પ્લેક્ષ,ગડખોલ પાટિયા,તા-અંકલેશ્વર મૂળ રહે- કુવરપુર,જી-જોનપુર, (ઉત્તરપ્રદેશ) અને (૩) નિતેષ રામપ્રકાશ પાંડે રહે-સંતોષભવન, નાલા સોપારા,મુંબઈ મૂળ રહે-સહીજાતપુર,જી-જોનપુર (ઉત્તરપ્રદેશ) ઝડપાઈ ગયા હતા.આરોપી નિતેષ પાંડે 2015માં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં મારામારીનો ગુનો નોધાતા ભૂતકાળથી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.
પોલીસે સઘન ચેકિંગમાં ફાર્મ હાઉસમાં પાકી ઓરડીમાં ક્લેન્ડેસ્ટાઇન ગેરકાયદે લેબોરેટરી ઉભી કરીને એફેડ્રીન ડ્રગ્સ બનાવવાના જુદા જુદા કેમિકલ લાવી પ્રોસેસ કરતા હતા.જેમાં એફેડ્રીનનો 730 ગ્રામ ઘટ્ટ નશાકારક માદક પદાર્થ,4 લીટર પ્રવાહી નશાકારક પદાર્થ તૈયાર કરી 4 લીટર 750 ગ્રામ નશાકારક માદક પદાર્થ બનાવ્યું હતું. એક લીટરની કિંમત રૂ.બે લાખ લેખે કુલ કિંમત રૂ.9.46.000/-નો માદક પદાર્થ તેમજ ડ્રગ્સ બનાવવાના વિવિધ કેમિકલ,સાધનો મળીને 34 જાતની વસ્તુનો મુદ્દામાલ રૂ.10,01,150/- કબજે કર્યો હતો. સીગામ ફાર્મ હાઉસનો ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવને વોન્ટેડ જાહેર કર્યો હતો.કાવી પોલીસ મથકમાં ચારેય ઈસમો વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોધીને વધુ તપાસ પીઆઈ કે.ડી.મંડોરા ચલાવી રહ્યા છે.