World

વેનેઝુએલાએ 10 લાખની ચલણી નોટ બહાર પાડી!

દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાએ આર્થિક સંકટ અને તીવ્ર ફુગાવાને પહોંચી વળવા 10 લાખ બોલીવરની નવી ચલણી નોટ જારી કરી છે. આ પહેલા વિશ્વમાં કોઈ પણ દેશમાં આટલી મોટી રકમની ચલણી નોટ છાપવામાં આવી નથી. વેનેઝુએલામાં વર્તમાન ફુગાવા અનુસાર, 10 લાખ બોલીવરની કિંમત અડધા યુએસ ડોલર (આશરે 36 રૂપિયા) હશે.

જેના દ્વારા ભારતમાં અડધો લિટર પેટ્રોલ પણ નહીં મળે. એક સમયે તેલ દ્વારા અપાર સમૃધ્ધિ જોતા લોકો અત્યારે ભૂખ્યા મરી રહ્યા છે. ત્યાંના લોકો બેગ ભરીને લઈ ગયેલી ચલણી નોટોથી પોલિથીનની થેલીમાં આવી જાય એટલો જ ઘરનો સમાન ખરીદી શકાય છે.


વેનેઝુએલાની સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે, દેશની અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ મોટી રકમની ચલણી નોટ જારી કરવી પડી હતી. આવતા અઠવાડિયામાં બે લાખ બોલીવર અને 50 હજાર બોલીવર નોટ પણ જારી કરવામાં આવશે. વેનેઝુએલામાં હાલમાં 10 હજાર, 20 હજાર અને 50 હજાર બોલીવરની નોટો ચલણમાં છે.

ત્યાંની સરકાર લોકોને સરળતા આપવા મોટી સંખ્યામાં નોટો છાપવાનું વિચારી રહી છે. જેના કારણે સામાન્ય લોકો મોટી સંખ્યામાં રોકડ લઈ જવાનું ટાળશે. કોરોના વાયરસના લોકડાઉન અને તેલથી મળતા નાણા સમાપ્ત થવાથી વેનેઝુએલાની અર્થવ્યવસ્થા સતત સાતમા વર્ષે મંદીમાં છે.

આશંકા છે કે આ વર્ષના અંત સુધીમાં આ દેશની અર્થવ્યવસ્થામાં 20 ટકાનો ઘટાડો થશે. હાલમાં ભ્રષ્ટાચારના કારણે આ દેશની અર્થવ્યવસ્થા કથળી રહી છે. યુનાઈટેડ નેશન ફૂડ પ્રોગ્રામ એજન્સીએ ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, વેનેઝુએલાના દરેક ત્રણ નાગરિકોમાંથી એક વ્યક્તિને ખાવા માટે ખોરાક નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top