National

બકરાના ગળા પર લખ્યું હતું ‘અલ્લાહ’, માલિક 1 કરોડમાં વેચવા માંગતો હતો પણ તે પહેલાં મરી ગયો!

થાણે: બકરી ઈદનો તહેવાર નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રના થાણેનો એક યુવક પોતાના બકરાને 1 કરોડથી વધુની કિંમતમાં વેચવાનો હતો. 100 કિલોના આ બકરાની સમગ્ર વિસ્તારમાં ડિમાન્ડમાં હતી, પરંતુ યુવક સોદો કરી શકે તે પહેલાં જ બકરાનું મોત થયું છે. નવાઈની વાત એ છે કે આ બકરાના શરીર પર જન્મથી જ ‘અલ્લાહ’ અને ‘મહંમદ’ લખેલું હતું.

આ ઘટના મહારાષ્ટ્રના અંબરનાથ વિસ્તારની છે. અહીંના સિદ્ધાર્થ નગરમાં રહેતા શકીલ શેખને બકરીઓ પાળવાનો શોખ છે. શકીલ અંબરનાથ રેલવે સ્ટેશન નજીક રોડ પર કપડાં વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષો પહેલાં શકીલે એક બકરી પાળી હતી, તેને એક બચ્ચું જન્મ્યું હતું. આ બચ્ચાનું નામ શકીલે શેરું રાખ્યું હતું.

જન્મથી જ શેરુના ગળા પર ઉર્દૂમાં અલ્લાહ અને મોહમ્દ શબ્દ લખેલા હતા, તેથી સમગ્ર વિસ્તારમાં શેરું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. શકીલને પણ શેરું ખૂબ પ્રિય હતું. તે રોજ તેને કાજુ, બદામ, સફરજન, દ્રાશ, બાજરી, મક્કાઈ, ચણા જેવું ભોજન ખવડાવતો હતો. શેરું વજન 100 કિલો જેટલું હતું.

આ વર્ષે શેરુને કુરબાની માટે બકરી ઈદ પર વેચવાનું આયોજન શેરુ કરી રહ્યો હતો. શેરુની કિંમત શકીલે 1 કરોડ, 12 લાખ 786 રૂપિયા રાખી હતી. શકીલ તેની ખૂબ સંભાળ રાખતો હતો પરંતુ થોડા દિવસ પહેલાં શેરુને કોઈ બિમારી લાગુ પડી ગઈ હતી. શેરુની સારવાર પાછળ શકીલે ખૂબ રૂપ્યો ખર્ચ કર્યો હતો. રોજની 2 હજારની દવા તે લાવતો હતો, પરંતુ તેમ છતાં શેરુને બચાવી શકાયો નહોતો. બિમારીમાં તેનું મોત થયું હતું. તેથી શકીલનું સપનું તૂટી ગયું હતું.

1 કરોડમાં શેરુને વેચી શકીલ ગામમાં સ્કૂલ બનાવવા માંગતો હતો
ખરેખર શકીલ શેરુને 1 કરોડની ઊંચી કિંમતમાં એટલા માટે વેચવા માંગતો હતો કે જેથી તે રકમમાંથી તે પોતાના ગામમાં સ્કૂલ શરૂ કરી શકે. શેરુનું બિમારીમાં મોત થતાં શકીલનું આ સપનું તૂટી ગયું છે.

Most Popular

To Top