તંત્રીશ્રી, ભારત એક વાર ફરી ‘વર્લ્ડ હંગર ઇન્ડેક્ષ’ની જાંચ તપાસમાં 121 દેશોમાં 107માં ક્રમે પહોંચી ગયું જે સમાચાર ગુજ.મિત્ર તા. 16/10 ના અંકમાં અગ્ર પાને છપાયા અને મોદી સરકારની વિકાસ ડંફાસો પોકળ પુરવાર થઇ ! હજી મોદી ભકતો બહાના બાજી ચલાવશે 2014 પછી ભારતમાં ધનવાનો વધુ ધનવાન બન્યા છે. ગરીબો વધુ ગરીબ થયા છે. એ હક્કીત છે મોદીજી જે વિકાસના પ્રોજેકટો બતાવે છે તે માત્ર ધનવાનો માટેના ‘પૈસા ફેંકો તમાશા દેખો’ના કેન્દ્રો પુરવાર થયા છે. સામાન્ય પરિવારોને ખાવાના ફાંફા પડે એવી મોંઘવારી છે અને બીજી બાજુ સાહેબ લખલૂંટ રૂા. મંદિરો અને પુતળાઓ ઉભા કરવા પાછળ ખર્ચી રહ્યા છે.
સરકાર ગરીબો સુધી સસ્તા ભાવે ખાદ્ય વસ્તુઓ પહોંચાડવા ઉપર ધ્યાન આપવાને બદલે ધનવાનો માટે સીપ્લેન ઉડાડવા અને મોંઘી બુલેટ ટ્રેનો દોડાવવા પાછળ સમય અને શકિત વેડફે છે. સાહેબ 80 કરોડ ગરીબોને મફત અનાજ પુરુ પાડયાની ડંફાસો મારે છે. બીજી બાજુ પાયાની રોજીંદી ખાદ્ય વસ્તુઓ ઉપર લગાવી સામાન્ય માનવીને ઘર ચલાવવામાં ફાંફા મારતો કરી દીધો. સરકારી કર્મચારીઓને ઉદ્યોગ પતિઓને કે સેવા કરી મેવા ખાતા નેતાઓને વાંધો ન આવે પણ સામાન્ય માનવીનું શું ? ગરીબોને માત્ર ઘઉં-ચણા અને ચોખા મફત આપવાથી એમનો ઉધ્ધાર ન થાય! રાંધવા ગેસ જોઇએ, ઘરમાં વિજળી જોઇએ, બાળકોના શિક્ષણ માટે રૂ. જોઇએ એના માટે યોગ્ય આવક નથી ! ખોટી ડંફાસો મારવાથી દેશ ખાડે જશે.
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગરીબોની વ્યાખ્યા બદલાઇ ગઇ છે
સદાવૃતો એટલા બધા ખુલી ગયા છે બપોરના અને સાંજના કહેવાતા ગરીબો સ્કુટર અને સાયકલ પર બ્રહ્મભોજનની કતાર તમોએ કદી જોઇએ છે. ભૂખ્યાને ભોજનના બોડો ઠેર ઠેર જોવા મળશે. કોઇ કહેવાતો ભિખારી નહતો ભૂખ્યો જોયો છે? તા. 12/10/22ના ગુ.મિત્રના છાપા પહેરવા લાયક કપડાં લોકોએ છોડી ગયેલા વસ્ત્રો વરસાદમાં ભિંજાઇ રહ્યા છે. હમણા એક લોકદાનની નવી પ્રવૃત્તિ માટે સૂચન કરવા આવ્યું છે. તમારી વધેલી દવાઓ અમુક ઋણાલયો પર આપી જવી ભાગ્ય જ કોઇ દવા લેવા જતું હોય અને છેવટે એકપાયડ દવાઓ કચરાપેટીમાં જ જાય છે.
રાંદેર – અનિત શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.