કાલોલ :
કાલોલ તાલુકાના કાતોલ ગામે રહેતા અને સેટકો ઓટોમોટિવ નામની કંપની મા ફરજ બજાવતા ખુમાનભાઇ શંકરભાઈ નામના ઈસમ આજ રોજ રાબેતા મુજબ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેઓની તબિયત લથડતા કંપની દ્વારા તેઓને સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મળતી માહિતી મુજબ તેઓને હદય રોગનો હુમલો આવવાના કારણે મોત થયુ હોવાની વિગતો મળી રહી છે. પરંતુ સાચુ કારણ પીએમ બાદ જ જાણવા મળે તેમ છે. કંપની દ્વારા કર્મચારીના સગા સંબંધીને જાણ કરાતા તેઓ રેફરલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા કંપનીના મેનેજર સાથે જવાબદાર અધિકારી પણ રેફરલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને મૃતક કર્મચારીના સગા સંબંધી સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી હતી. કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી મૃતકના પિતાએ જણાવ્યું હતુ કે તેઓનો દીકરો સવારે નોકરી પર ગયેલ અને કંપની દ્વારા તેઓને જાણ કરતા તેઓ કાલોલ રેફરલ હોસ્પિટલમાં આવ્યા છે. આ લખાય છે ત્યારે પોલીસ મથકે એડી નોંધ લખાવવા ની કામગીરી હાથ ધરાઈ છે.