uncategorized

સુરત : કોરોના બેડ ઉપલબ્ધતામાં અવ્વલ નંબરે,

સુરત : શહેરમાં કોરોના (corona) ની બીજી વેવમાં પણ સુરત મનપાની ટીમે એડીચોટીનું જોર લડાવીને મજબૂત લડાઇ આપી હોય, બીજી લહેરમાંથી અન્ય શહેરોની સરખામણીએ સુરત બહુ ઝડપથી બહાર આવી ગયું છે. ત્યારે કોરોનાકાળમાં સુરતની ઉપલબ્ધિની વાત કરીએ તો હવે કોરોનાથી લઇને અન્ય ઘણી સારવારમાં અન્ય શહેરોની સરખામણીએ સુરતમાં આધુનિક અને પૂરતી સગવડો કોરોના માટે થયેલી વ્યવસ્થાના કારણે ઉપલબ્ધ બની છે.

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, કોઇ પણ શહેરોમાં વેન્ટિલેટરની ઉપલબ્ધતા બાબતે હંમેશાં ચિંતાનો વિષય હોય છે. પરંતુ સુરત આ વ્યવસ્થા ફટાફટ થઇ હતી. કોરોનાની શરૂઆત થઇ ત્યારે એટલે કે માર્ચ-2020 સુધી શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલો મળી માત્ર 270 વેન્ટિલેટર હતા, પરંતુ કોરોનાકાળમાં જેમ જેમ જરૂરીયાત ઉભી થતી ગઇ તેમ તેમ વેન્ટિલેટર વસાવાતા ગયા અને હાલમાં શહેરમાં 1200 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જે કોરોના ચાલ્યો ગયા બાદ પણ સુરતવાસીઓને કામ આવતા રહેશે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, સુરતમાં બેડની સ્થિતી પણ અન્ય શહેરો કરતાં સતત સારી રહી છે. શહેરમાં કોરોના સંક્રમિત કુલ દર્દીઓમાં 20 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. તેમાં બહારથી કોઇ પણ શહેર કે રાજ્યમાંથી આવેલા દર્દીઓને પણ સુરત મનપાએ ક્યારેય પાછા કાઢ્યા નથી. સુરતમાં કુલ 11083 બેડ ઉપલબ્ધ હતા, તેમાં ખાસ કરીને સ્મીમેરના 1000, સિવિલ હોસ્પિટલ કેમ્પસના 2600 અને કોમ્યુનિટી કોવિડ સેન્ટરના ( covid care center) 2000થી વધુ બેડના કારણે સુરતની સ્થિતિ ઘણી સારી રહી છે. કોઈપણ શહેરમાં એક લાખની વસતી સામે સારવાર માટે બેડની સંખ્યાનો રેશિયો સુરતનો સૌથી સારો રહ્યો છે. સુરતમાં 70 લાખની વસતી ગણીએ તો 11083 બેડ હતા એટલે કે એક લાખની વસતીએ 631 બેડ ઉપલબ્ધ હતા.

કોરોના સામે લડવા બે સ્ટ્રેટેજી હતી, સંક્રમણ ઘટાડો અથવા બેડ વધારો, આપણે બંને કર્યું : બંછાનિધિ પાની
સુરતમાં કોરોનાની બંને લહેરમાં જોરદાર લડત આપનાર સુરતની સ્ટ્રેટેજી બાબતે મનપા કમિશનરે કહ્યું હતું કે, કોરોનાનો કહેર વધ્યો ત્યારે કોઇએ સંક્રમણ ઘટાડવાની તો કોઇએ બેડની સંખ્યા વધારવાની સ્ટ્રેટેજી અપનાવી, પરંતુ સુરત મનપાએ આ બંને ઉપાયો કર્યા, તેથી અન્ય શહેરો કરતાં પહેંલા આપણે બીજા વેવ ( second wave) માંથી બહાર આવી ગયા. પરંતુ ત્રીજા વેવને ( third wave) ધ્યાને રાખી સુરતવાસીઓ સતત કાળજી લે એ જરૂરી છે.

Most Popular

To Top