Vadodara

સાવલી – ભાદરવા ચોકડી પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ૧૪ વર્ષીય બાળકીનું મોત

મામાના લગ્નની ખરીદી કરવા જતી બાળકીને કાળ ભરખી ગયો.

મામાના લગ્નની ખરીદી કરવા માટે જતી ૧૪ વર્ષીય બાળકીને સાવલી – ભાદરવા ચોકડી પાસે અકસ્માત સર્જાતા તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. શુભ પ્રસંગે બાળકીને કાળ ભરખી જતા સમગ્ર પરિવારમાં માતમ છવાયો હતો.

સાવલી તાલુકાના આસોજ ગામમાં રહેતી રિદ્ધિ મહેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.૧૪) આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. પરીક્ષા હોવાથી મામાના લગ્નની ખરીદી કરવાની બાકી હોવાથી લગ્નના આગલા દિવસે ખરીદી કરવા જવાનું નક્કી કરીને તે અને તેના માસીની દીકરી બન્ને બાઈક પર વડોદરા ખરીદી કરવા માટે સાવલી – ભાદરવા બ્રીજ પરથી પસાર થઇ રહ્યા હતા તે દરમ્યાન માતેલા સાંઢની જેમ આવી રહેલા ટ્રકે ટક્કર મારતા બાઈક પર સવાર રિદ્ધી ટ્રકના ટાયર પાસે પડતા ટ્રક ચાલકે તેના ઉપર ટાયર ફેરવી દઈ કચડી નાખતા તેને ગંભીર ઇજા પહોચી હતી. ઈજાને પગલે બાઈક સવાર મામા , માસીની દીકરી તેમજ રિદ્ધિને સારવાર માટે સાવલી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી બાદમાં વધુ સારવાર અર્થે સયાજી હોસ્પીટલમાં ખસેડતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

Most Popular

To Top