આપણે સારું અને સાચું જ્ઞાન મેળવવા માટે આપણે સારા પુસ્તકોનું વાંચન કરવું બહુજ જરૂરી છે. સારાં પુસ્તકો વાંચવાથી આપણી બુદ્ધિ પ્રતિતા ઘણીજ ખીલી ઊઠે છે. ગમે તેવી અવદશામાં હાઈએ ત્યારે તેમાંથી માર્ગદર્શન મળી રહે છે. ઘણાં મહાપુરુષોનાં જીવન ચરિત્રો વાંચવાથી આપણાં જીવનમાં ધીરજ અને શાંતિ મળે છે. અને આપનાં હ્દયમાંના રહેલું દુ:ખને હળવું કરે છે. ભગવદ્દ ગીતા, રામાયણ જેવા મહાભારત જેવા ઊચ્ચ કોટીનાં પુસ્તકો વાંચવાથી આપણાં જીવનને ઘણુંજ માર્ગદર્શન મળે છે. પુસ્તકો વાંચવાથી આપણી એકલતા દૂર થાય છે. ગાંધીજી કહેતાં, ‘જ્યારે જ્યારે મને મૂંઝવણ થાય ત્યારે ત્યારે હું ગીતામાંથી માર્ગદર્શન મેળવું છું અને આવનારી તકલીફોને દૂર કરું છું. આપણું વાંચન જ આપણું પ્રતિબિંબ છે. કોઈપણ વ્યકિતનાં હાથમાં જે સામાયિક કે જાણીતું પુસ્તક હોય એનાં પરથી આપણે જાણી શકીએ છીએ કે એની બુદ્ધિ પ્રતિભા કે એમનાં સંસ્કારો કેવા હશે.
સુરત- હંસરાજ મોતીલાલ ખરવર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સારા પુસ્તકો વાંચો
By
Posted on