.
મધ્ય ગુજરાતની સહુથી મોટી સયાજી હોસ્પિટલમાં ઓપીડી ૧૬ જ્યા વિદ્યાર્થીઓ ઇન્ટર્ન કરે છે અને હોસ્પિટલના દર્દીનો ઈલાજ કરે છે એ જગ્યા આજરોજ અચાનક સેલબનો ભાગ ધડાકાભેર તૂટી પડતાં વિદ્યાર્થીઓ અને દર્દીઓ માં ફફડાટ જોવા મળ્યો હતો. ઇન્ટર્ન કરતા વિદ્યાર્થીઓએ રેસ્ક્યુ કરી દર્દીઓને બહાર કાઢયા હતા. ઓપીડી ૧૬ ની હાલત જર્જરિત જોવા મળી હતી. ઇન્ટર્ન કરતા વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે ઘણા સમયથી જર્જરિત હાલતની જાણ સયાજી હોસ્પિટલના સત્તાધીશોને કરી હોવા છતાં કોઈ અધિકારીએ સાંભળ્યું નથી અને કોઈ પગલાં લીધા નથી . ઓપીડી ૧૬ ની હાલત ખુબ ખરાબ છે. તમામ જગ્યાએ પાણી ટપકે છે. તમામ દીવાલમાં તિરાડ છે. કોઈ મોટી જાનહાનિ થઈ સકે એમ હોવા છતાં વહીવટદારો સાંભળતા નથી . ઇલેક્ટ્રિકની મુખ્ય લાઈન અને સ્વીચ બોર્ડ પર પણ પાણી ટપક્યાં કરતું નજરે પડે છે. આવા માં કેવીરીતે દર્દીઓ નો ઈલાજ કરીએ અને વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે?