આણંદ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારના રોજ ધો.12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં આણંદ બોર્ડનું સારૂ એવું પરિણામ જોવા મળ્યું હતું.
આણંદમાં સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 89.25 ટકા પરિણામ આવ્યું છે. કુલ 11,614 વિદ્યાર્થી નોંધાયાં હતાં. જેમાં 11,587 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેના પરિણામમાં એ1 ગ્રેડમાં 67, એ2 ગ્રેડમાં 772, બી1 ગ્રેડમાં 2106, બી2 ગ્રેડમાં 2986, સી1 ગ્રેડમાં 2963, સી2 ગ્રેડમાં 1315 અને ડી ગ્રેડમાં 129 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.
તેવી જ રીતે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 76.43 ટકા પરિણામ આવ્યું છે. આ પરીક્ષામાં 4093 વિદ્યાર્થી નોંધાયાં હતાં. જેમાંથી 4073 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના પરિણામમાં એ1 ગ્રેડ 44, એ2 ગ્રેડ 211, બી1 ગ્રેડ 505, બી2 680, સી1 ગ્રેડ 765, સી2 735 અને ડી ગ્રેડમાં 162 વિદ્યાર્થી ઉતિર્ણ થયાં છે.
આણંદ એજ્યુકેશન હબ છે ત્યારે આ પરિણામને લઇ વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે, બોર્ડનું પરિણામ સામાન્ય પ્રવાહમાં 91.93 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા છે. જેની સામે આણંદની પરિણામ ઓછું દેખાતાં શિક્ષણવિદ્દોએ ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી.
શિક્ષણનું મોટું કેન્દ્ર હોવા છતાં આણંદનું પરિણામ રાજ્યના કુલ પરિણામ કરતા ઓછું, વિજ્ઞાન પ્રવાહનું 76.43 ટકા અને સામાન્ય પ્રવાહનું 89.25 ટકા
By
Posted on