Vadodara

શહેરમાં ડેન્ગ્યૂના 33, ચિકનગુનિયાના 23, કમળાના 6 વધુ કેસ

વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક દિવસમાં શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી ડેન્ગ્યુના નવા 33 કેસ મળી આવ્યા હતા. ચિકનગુનિયાના 23 નવા દર્દીઓ સામે આવ્યા છે.શહેરમાં મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. કમળાના 6 કેસ મળી આવ્યા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ ટિમો શહેરમાં ડોર ટુ ડોર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે.

જેમાં ઝાડા ઉલ્ટીના 64 કેસ સામે આવ્યા હતા.પાણીજન્ય રોગને કારણે 183 લોકોને તાવ હોવાનું સામે આવ્યું છે.જ્યારે મચ્છરજન્ય રોગોના 495 લોકોને તાવના લક્ષણો હોવાનું જાણવા મળતા 495 જેટલા લોકોના નમૂના લઈને તપાસ અર્થે મોકલી આપ્યા છે. વડોદરા શહેરમાં જીવલેણ ડેન્ગ્યુ ,ચિકનગુનિયાના કેસોમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.આરોગ્યની ટીમે શહેરમાંથી લીધેલા 121 સેમ્પલમાંથી 33 કેસ ડેન્ગ્યુના પોઝિટિવ આવ્યા છે.જેમાં શહેરના મકરપુરા , અકોટા -4 , નવી ધરતી -2 , શિયાબાગ , સમા , છાણી , દંતેશ્વર , વારસિયા 2 , સુદામાપુરી , દિવાળીપુરા -3 , પંચવટી , તાંદલજા , માણેજા -2 , વડસર , ગોત્રી -4 , જલપુર , સુભાનપુરા , ફતેપુરા , દંતેશ્વર , ગાજરાવાડી , નવાયાર્ડ , પાણીગેટમાંથી ડેન્ગ્યુના કેસ પોઝિટિવ મળી આવ્યા હતા.સાથે સાથે ચિકનગુનિયા માટે લેવાયેલા 72 કેસો પૈકી 23 કેસ પોઝિટિવ આવ્યા હતા.

શહેરના રામદેવનગર-2, ફતેપુરા-2, નવીધરતી, બાપોદ, છાણી, માંજલપુર-2, તરસાલી-2 , દિવાળીપુરા , ગોકુલનગર -3, ગોત્રી -3 , પંચવટી -3 , સુભાનપુરા, તાંદલજામાંથી ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા.કમળાના 6 કેસ કપુરાઈ-2 , તાંદલજા , ફતેપુરા , રામદેવનગર , કારેલીબાગ વિસ્તારમાંથી સામે આવ્યા છે.તો બીજી તરફ મચ્છરોના કારણે 495 લોકોને તાવના લક્ષણો હોવાનું સામે આવતા 495 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.જ્યારે જમનાબાઈ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 4 કેસ,તાવના 25 કેસ, ચિકનગુનિયાના 2 અને ટાઈફોડના 3 કેસ નોંધાયા છે. સમગ્ર ચાર દરવાજા વિસ્તાર તેમજ વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતા વિસ્તારના રહીશોએ સમગ્ર વિસ્તારમાં સાફસફાઈ તેમજ ફોગીંગ સાથે દવાઓનું વિતરણ કરવા માંગ કરી હતી.

SSGના બાળરોગ વિભાગમાં દર્દીઓના દરરોજના ડેન્ગ્યૂના 4 થી 5 કેસ નોંધાય છે

વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ હવે બાળકોને પણ તેની ઝપેટમાં લીધા છે. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં બાળ રોગ વિભાગમાં ડેન્ગ્યુના રોજ ચારથી પાંચ બાળકો સારવાર માટે દાખલ થઇ રહ્યા છે. સાથે સાથે બાળરોગ વિભાગની ઓપીડીમાં પણ તાવ,ઝાડા ઊલટી અને કમળાના બાળ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. વડોદરા શહેરમાં ચારેકોર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ માથુ ઉંચકતા શહેરની તમામ સરકારી અને ચેપીરોગ હોસ્પિટલ માં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ બાળકો પણ હવે ડેન્ગ્યુની ચપેટમાં આવી રહ્યા છે. આ અંગે માહિતી આપતા સયાજી હોસ્પિટલ બાળરોગ વિભાગના હેડ ડોક્ટર શીલા ઐયરે જણાવ્યું હતું કે બાળકોમાં તાવ, શરદી , ખાંસી , ત્રણ-ચાર દિવસથી તાવ ઉતર્યો ન હોય તેવા કેસો ઝાડા ઉલટી અમુકવાર કમળાની અસર સાથેના એટલે કે , આપણે જે વરસાદી મોસમમાં અથવા મચ્છરથી ફેલાતા અને પાણીથી ફેલાતા રોગો સાથે ઓપીડીમાં પણ આવનાર બાળકોની સંખ્યા વધી છે.

Most Popular

To Top