Vadodara

શહેરના મહાવીરહોલ ચારરસ્તા પાસે રખડતાં પશુ મૂકનાર પશુપાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત, તંત્ર નિષ્ક્રિય, મુખ્યમંત્રી ના આગમન સમયે પણ શહેરમાં રખડતાં પશુઓ!
(પ્રતિનિધિ) વડોદરા તા. 02

શહેરના આજવારોડ વિસ્તારમાં આવેલા મહાવીરહોલ ચારરસ્તા અંબર કોમ્પલેક્ષ વિસ્તારમાં લોકોના જીવન જોખમાય તથા ટ્રાફિકને નડતરરૂપ રખડતું પશુને વડોદરા મહાનગરપાલિકા ના ઢોર પાર્ટીના કર્મીઓ દ્વારા પકડી પાડી ખટંબા સ્થિત ઢોરવાડ ખાતે મૂકી અન્ય રાહદારીઓ અને વાહનદારીઓ ને જોખમી સાબિત થઇ શકે તે રીતે રખડતું પશુ મૂકનાર પશુ પાલક વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

શહેરમાં રખડતાં પશુઓનો તથા પશુપાલકોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે શહેરમાં ભૂતકાળમાં તેમજ ચાલુ વર્ષે પણ રખડતાં પશુઓને કારણે કેટલાક મોત નિપજ્યાં છે તો કેટલાક ઇજાગ્રસ્ત અને કાયમી ખોડખાંપણ નો ભોગ બન્યા છે.ગુજરાત હાઇકોર્ટની રાજ્ય સરકારને આ મુદ્દે ફટકાર છતાં તટસ્થતાથી કામગીરી કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. નાના મોટા ગુનેગારો પર શૂરી વડોદરા પોલીસ રખડતાં પશુ મૂકનાર પશુપાલકો સામે તટસ્થતાથી કામગીરી કરવામાં નિષ્ક્રિય અને નિષ્ફળ જણાય છે. જેના કારણે શહેરમાં રખડતાં પશુઓને કારણે આટ આટલા બનાવો છતાં પશુપાલકો નફ્ફટ બનીને શહેરના રોડ રસ્તાઓ પર પોતાના પશુઓને રખડતાં મૂકી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વડોદરા આવી રહ્યા હોવા છતાં રખડતાં પશુઓ પર જાણે કોઇ અંકુશ ન હોય તેમ શહેરમાં રખડતાં પશુઓ જોવા મળી રહ્યાં છે.ત્યારે વધુ એક રખડતાં પશુને શહેરના મહાવીરહોલ ચારરસ્તા પાસેથી પકડી ખટંબા ઢોરવાડામા મૂકવામાં આવ્યું છે.
વડોદરા મહાનગરપાલિકા ના દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર શાખાના આઇ.સી. કેટલપોન્ડ સુપરવાઇઝર તથા ઢોર પાર્ટીના કર્મીઓ સાથે જ મહિલા પોલીસ કર્મી સાથે તા.01-05-2025 ના રોજ બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા મહાવીરહોલ ચારરસ્તા,અંબર કોમ્પલેક્ષ વિસ્તારમાંથી બપોરે બે વાગ્યાની આસપાસ રખડતાં પશુઓને પકડી ખટંબા સ્થિત ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યા હતા. જેને છોડાવવા માટે પશુમાલિક ભરવાડ મીનાબેન વજેકણભાઇ રહે. ભરવાડવાસ, આજવારોડ આવ્યા હતા તેઓ વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશનમાં ઇરાદાપૂર્વક રખડતાં પશુ મૂકવા તેમજ લોકોને જોખમાય તે રીતે પશુ રખડતાં મૂકી ભયનું વાતાવરણ ઉભું કરવાનું ગુનાઇત કૃત્ય કરવા બદલ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.

Most Popular

To Top