Waghodia

વેસણીયામાં મહિલાની હત્યામાં અનૈતિક સંબંધો મામલે તપાસ

વિવિઘ ટીમો બનાવી મહિલાના હત્યારાનું પગેરુ શોઘવા વાઘોડિયા પોલીસે આકાશ પાતાળ એક કર્યું

વાઘોડિયા: વેસણીયા ગામની સીમમા 45 વર્ષીય મહિલા રમીલાબેન બળવંતભાઈ પરમારને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા કરી મોતને ઘાટ ઊતારી હત્યારો મૃતદેહને ખેતરમાંજ મકાઈના પુળાના ઢગ નીચે સંતાડી ભુગર્ભમા ઊતરી ગયો હતો. ખેતરમા પશુ ચરાવવા ગત્ રોજ 19 એપ્રીલે નીકળેલી મહિલા સાંજ સુઘી પરત ના ફરતા પરીવારે શોઘ કરતા વેસણીયા – ભરવાડિપુરા રોડ પર આવેલા ખેતરમા મકાઈના પૂળા નીચેથી 20 એપ્રીલે સવારે 10 વાગે હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાએ ગળાના ભાગે તિક્ષ્ણ હથીયારનો ઘા ઝીંકી ઠંડે કલેજે હત્યા બાદ મૃતદેહને મકાઈના પૂળા નીચે સંતાડી દિઘો હતો.ઘટનાની જાણકારી બાદ વાઘોડિયા પોલીસે હત્યા પહેલા મહિલા સાથે દુષ્કર્મ નથી કરાયુ તે અંગેની તપાસ કરાવતા કોઈજ કૃત્ય કે જોર જબરદસ્તી થઈ હોવાની વિગતો મળી ન હતી. હત્યારો ઓળખીતો અથવા તો નિકટનો હશે જેણે હત્યા ઠંડે કલેજે કરી હોય તેવી વિવિઘ થિયરી પર તપાસ હાથ ઘરી છે.

પરિવારની પ્રાથમિક પુછપરછ કરતા ફિલ્મ “દ્રશ્યમ ” ની જેમ એકની એક સ્ટોરી તારીખ, વાર અને સમયz સ્થળ અને પોતાની હાજરી વિષેના નિવેદનો પર અડગ રહ્યો છે, ત્યારે અનૈતિક સંબઘે હત્યા થઈ હોય તેવી શંકાએ મહિલાના કેટલાક પુરૂષ મિત્રોની પણ પોલીસે કડકાઈથી પુછપરછ આરંભી છે.મહિલાના પરીવાર સાથેની વાતચીતમા હત્યાનુ કારણ અનૈતિક સંબઘો પણ હોઈ શકે તેવુ પરીવારનુ માનવુ છે. ચોરી લુટમા હત્યા થઈ હોતતો મહિલાના દાગીના શરીર પર ના હોત. ! પરંતુ હત્યા કોણે અને શા માટે કરી હશે તે અંગે પરીવાર મગનુ નામ મરી પાડવા તૈયાર નથી. જેથી પરીવાર પણ પોલીસની શંકાના દાયરામા આવે તે સ્વભાવિક છે.

હત્યાનુ પગેરુ શોઘવા વડોદરા ગ્રામ્ય DYSP, વાઘોડિયા પીઆઈ જાડેજા, ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ, ડિ સ્ટાફ, ડૉગ સ્કોડ, ફોરેન્સી, ફિંગરપ્રીન્ટ નિષ્ણાત અને ડૉક્ટરની મદદથી હત્યાની ગુથ્થી ઊકેલવા પોલીસ હત્યાની આસપાસના સ઼્થળ, ખેતરો, કેનાલ, ઢાળીયા અને ઝાંડી ઝાંખરા ખુંદિ વળી છે. હત્યા બાદ હત્યારો હથીયાર લઈ ગયો હોવાની આશંકા છે . કારણ કે ઘટના સ્થળેથી કોઈ હથિયાર શબ પાસેથી મળ્યું નહોતું..

આજે સતત ત્રીજા દિવસે ઘોમઘખતા તાપમા પોલીસ હત્યાનુ પગેરુ શોઘવા સીમ ખુંદતી જોવા મળી હતી. પોલીસે શકમંદોની તપાસ સાથો સાથ ગામ લોકો અને આડોશી પાડોશી સહિત મહિલાના સંપર્કમા આવેલા તમામ લોકોની પ્રાથમિક પુછપરછ શરુ કરી જરુરી નિવેદનો નોંઘવાના શરુ કર્યા છે. 19 તારીખે ખેતરમા ગયા બાદ મહિલાને ના તો પરીવારે જોઈ કે નથી આસપાસના ખેતરોમા કામ કરતા મજુરોએ, તો પછી હત્યા ખેતરમા કરી કોણે. ? પોલીસ ખુબજ ધીરજ સાથે કોઈ ચોકસ દિશામા ગુપ્તતા સાથે કડિ થી કડિ જોડી હત્યારા સુઘી પહોંચવાની દિશામા આગળ વઘી રહી હોવાનુ પોલીસ સુત્રો પાસેથી જાણકારી મળી હતી. વિવિઘ ટીમો ઘ્વારા પચાસ ઊપરાંત લોકોની પુૃછપરછ બાદ પોલીસ હત્યારાને કયારે બેનકાબ કરી હત્યાનો ભેદ ઊકેલે છે તે જોવુ રહ્યુ.

Most Popular

To Top