૨૦૨૪ દૂર નથી. લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે અને એ પહેલાં આ જ વર્ષમાં પાંચ રાજ્યોની ચૂંટણી થવાની છે. એમાં બે મોટાં રાજ્યો છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ. જમ્મુ કાશ્મીરની ચૂંટણી પણ આ જ વર્ષમાં થઈ શકે છે અને આ ચૂંટણીઓમાં ભાજપ કેવો દેખાવ કરશે? શું વિપક્ષ ભાજપને માત કરી શકશે? અને સૌથી મહત્ત્વની વાત એ કે, ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં વિપક્ષ ભાજપ સામે એક થઈ લડી શકશે? વિપક્ષી એકતાની વાત ફરી શરૂ થઈ છે. આજ સુધીમાં વિપક્ષી એકતા જેટલી વાર બની એટલી જ વાર તૂટી છે અને બનતાં પહેલાં વધુ વાર તૂટી છે. તો શું આ વેળા બધું પાર ઉતરશે?
આ વેળા વિપક્ષી એકતા માટે પ્રયત્નો કરનાર નેતા બદલાયા છે. નીતીશ કુમારે એની આગેવાની લીધી છે. એમની મહત્ત્વાકાંક્ષા ઘણી બધી છે. એ બિહારના રાજકારણમાં વધુ સમય ટકી શકે એવી સ્થિતિમાં નથી. એમણે ભાજપ અને રાજદ સાથે એકથી વધુ વાર ઘર ઘરણું કર્યું છે એટલે એમની આબરૂમાં ગાબડાં તો પડ્યાં છે. હવે એ રાષ્ટ્રીય રાજકારણમાં જવા માંગે છે. અને વિપક્ષને એક કરવામાં લાગ્યા છે.
નીતીશ દિલ્હી અને જે તે રાજ્યોમાં જઇ વિપક્ષી નેતાઓને મળ્યા છે. વિપક્ષી મુખ્યમંત્રીઓને મળ્યા છે અને એમાં બધા પાસેથી એક્સરખો પ્રતિભાવ તો નથી મળ્યો પણ એમણે પ્રયત્નો છોડ્યા નથી . ઠીક ઠીક સફળતા મળી છે અને આખરે બધા વિપક્ષી નેતાઓની એક બેઠક પટણામાં મળવાની છે. પહેલાં એમાં કોંગ્રેસ જોડાવાની નહોતી પણ હવે તારીખમાં ફેરફાર કર્યા બાદ અન્ય વિપક્ષી નેતાઓ સાથે રાહુલ ગાંધી અને ખડગે પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે.
આ પહેલાં અરવિંદ કેજરીવાલને કેન્દ્ર સરકારના વટહુકમ મુદે્ વિપક્ષી નેતાઓ અને મુખ્યમંત્રીઓએ ટેકો આપ્યો એ પણ નોંધપાત્ર છે. રાહુલ ગાંધીએ અમેરિકામાં કહ્યું છે કે, ૨૦૨૪માં વિપક્ષી એકતા જોવા મળશે. જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ માલિક કહે છે કે, વિપક્ષી એકતા થશે અને એ ના થાય તો પણ લોકસભાની ચૂંટણીમાં એક સામે એક ઉમેદવાર ઊભા રાખવા મુદે્ સહમતી સધાઈ છે. રાહુલે પણ આ વાત કરી છે અને નીતીશકુમાર પણ આવી વાત કરી રહ્યા છે. પણ આવું બનશે ખરું? સવાલનો ઉત્તર મળતાં વાર લાગશે.
પણ એક વાત નક્કી છે કે, આ વેળાની વિપક્ષી એકતા જરા જુદા પ્રકારે બની રહી છે. વિપક્ષી નેતાઓ સામે સરકારી એજન્સીઓ જે રીતે કામ કરી રહી છે એ પણ એક મુદો્ છે. વિપક્ષી નેતાઓને લાગી રહ્યું છે કે, એમની સામે બહુ ઝડપથી કાર્યવાહી થઈ રહી છે પણ જ્યાં ભાજપના નેતાઓ સામેના કેસ ધીમી ગતિએ ચાલે છે. આવા કેસોની ચર્ચા પણ છે. કેજરીવાલથી માંડી મમતા બેનર્જી અને લાલુ યાદવ સુધી આવા કેસોની યાદી લંબાઈ છે. કેટલાકમાં જૂના કેસ પાછા ખોલવામાં આવ્યા છે તો કેટલાક નવા કેસમાં વિવાદાસ્પદ રીતે કાર્યવાહી થઈ છે. મુશ્કેલી બધા અનુભવી રહ્યા છે અને એટલે તેઓ માટે એક થવાનું એક કારણ બની રહ્યું છે. હવે આ જ માસના અંત ભાગમાં અમલનારી બેઠકમાં વિપક્ષી એકતા કેવું સ્વરૂપ લે છે એના પર ભારતના રાજકારણની બદલાતી દિશાનો આધાર છે.
યુપીમાં હવે કોર્ટમાં હત્યા
ઉત્તરપ્રદેશમાં એવી એવી ઘટના બની રહી છે જે કેટલાક ગંભીર સવાલો ઊભા કરે છે. લખનૌની કોર્ટમાં એક ગેંગસ્ટરની ચાર યુવાનો આવી હત્યા કરે છે અને એ ચારે ય વ્યકિલાના વેશમાં હોય છે. આ પહેલાં પોલીસ સ્ટેશનમાં કુખ્યાત આતિક અન્સારીની હત્યા થઈ હતી અને ત્યારે હુમલાખોરો પત્રકારના વેશમાં આવ્યા હતા. સંજીવ માહેશ્વરી ઉર્ફે જીવા શૂટર છે અને ગેંગ સાથે જોડાયેલો છે અને એની હાજરી કોર્ટમાં હતી. એ કોર્ટમાં સહી કરી બહાર નીકળે છે અને એના પર ગોળીબાર થાય છે. જીવા કોર્ટ રૂમમાં જાય છે અને હત્યારાઓ ત્યાં જઈ ગોળીઓ છોડે છે. જીવા તો મારે છે એક મા અને નાની દીકરી પણ ઘાયલ થાય છે. બે પોલીસ કર્મી પણ ઘાયલ થાય છે. બાળકીનું મૃત્યુ થાય છે.
યુપીમાં એન્કાઉન્ટર બહુ ચર્ચામાં છે અને એ માટે યોગી સરકારની વાહવાહી થાય છે. પણ પોલીસ સ્ટેશનમાં કે પછી કોર્ટમાં સરાજાહેર હત્યા થાય તો કાયદો વ્યવસ્થાના સવાલો પેદા થાય જ. સવાલ એ નથી કે હત્યા કોની થઈ છે , સવાલ એ છે કે, જાહેરમાં , પોલીસ સ્ટેશનમાં કે હવે કોર્ટ રૂમમાં કોઇની હત્યા થઈ શકે છે. યુપી સરકારે આ મુદે્ ત્રણ લોકોની તપાસ ટીમ નીમી છે અને અઠવાડિયામાં અહેવાલ આપવા કહેવાયું છે. પણ આવું તો અગાઉ પણ થયું. પરિણામ શું આવ્યું?
ઓનલાઈન વિડીયો ગેમ થકી ધર્માંતરણ!
યુપીના ગાજિયાબાદ ડિસપીએ એક ખુલાસો કર્યો છે એ ચોંકાવનારો છે. ઓનલાઇન ગેમ્સ થકી ધર્માંતરણ થઈ રહ્યું છે અને એમાં ગુજરાતના ૩૦૦ બાળકો સામેલ છે. આવું કદાચ પહેલી વાર જોવા મળ્યું છે. યુપીના એક પરિવારે એક ફરિયાદ કરી કે એમનો પુત્ર જિમ જવાન ભાનેવ મસ્જિદમાં જઈ રહ્યો છે. એના પરથી એક ખુલાસો થયો અને એક મૌલવી અને મહારાષ્ટ્રના એક શખ્સની ધરપકડ થઈ છે. વાત એવી છે કે, ઓનલાઈન ગેમ્સ રમતાં બાળકોને એમ કહેવામાં આવે છે કે, જીતવું હોય તો આયાતો વાંચો અને પછી એમને કુખ્યાત જાકીર નાયકના ઉશ્કેરણીજનક વિડીયો બતાવાય છે અને ઈસ્લામ કુબુલ કરવા કહેવામાં આવે છે. આ રીતે ધર્માંતરણ કરાવાય છે. આ વિષે વધુ વિગતો આવી નથી, પણ ગુજરાતમાં આવું બન્યું છે તો ગુજરાતની એજન્સીઓ શું કરી રહી છે? આ મુદો્ ગંભીર છે અને એના છેલ્લા સત્ય સુધી જવું જોઈએ.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.