Vadodara

વારસાઈ હક્કે નોકરીમાં રાખવા અંગે કોર્પોરેશનની જોહુકમીને હાઈકોર્ટની લપડાક


મ્યુનિસિપલ કોર્પોરેશન કામદાર કર્મચારી યુનિયન (સીટુ)ની જીત

( પ્રતિનિધિ ) વડોદરા,તા.૧૮

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની બેદરકારી નિષ્કાળજીના લીધે એક જ સમયગાળામાં, બે દિવસના અંતરે બે કામદાર આકસ્મિક રીતે ગુજરે છે. ત્યારે એક ગુજરનાર કામદારના વારસદારને નોકરી મળી જાય છે. જ્યારે બીજા ગુજરનાર કામદારના વારસે અરજી સાથે તમામ જરૂરી કાગળો બીડવા છતાં, સમય પસાર કરી, નોકરી આપવામાં આવતી નથી. આમ એક જ સમયગાળા દરમિયાન ગુજરનાર પ્રથમ કામદારના વારસદારને નોકરી મળી જાય છે, જ્યારે બીજા ગુજરનાર કામદારના પુત્રને નોકરી મળી જશે -તેમ આશ્વાસન અપાતું હતું પણ નોકરી નહીં.

બંને ગુજરનાર કામદારોના વારસદારોને વારસાઈ હક્કે નોકરીમાં લેવાનું ચલણ ચાલતું હતું. આમ, કોઈપણ કારણ વગર બીજા કામદાર મુકુંદભાઈ વાઘેલાના પુત્ર વિરેન્દ્રસિંહ વાઘેલાની રહેમરાએ વારસાઈથી નોકરી મળવા અંગેની અરજીનો નિકાલ કર્યો નહીં અને શા કારણ વિલંબ થયો કે શા કારણે અરજી રદ કરવામાં આવી કે પરત કરવામાં આવી, તેની કોઈપણ ચોખવટ કરી નથી. જેથી યુનિયન (સીટુ) નો ઔદ્યોગિક અદાલત સમક્ષ દાદ માંગવી પડી હતી. ઔદ્યોગિક અદાલતના જજે બંને પક્ષના સાક્ષીઓ જરૂરી પરિપત્રો, દાખલાઓ, ગુજરાત સરકારનો ઠરાવ 1197/10-3-2000 વગેરે ચકાસણી કરી હતી અને યુનિયનની માંગની વ્યાજબી ગણી, મંજૂર રાખી ગુજરનાર મુકુંદભાઈ વાઘેલાના વારસદાર વિરેન્દ્રસિંહ વાઘેલાને રહેમરાહે નિમણૂક કરવા હુકમ કર્યો હતો.
પરંતુ સંસ્થાના વહીવટ તંત્રમાં કામ કરતા કર્મચારી અધિકારીઓની નિષ્કાળજી છાવરવા ગુજરાત હાઇકોર્ટ ઔદ્યોગિક અદાલતના હુકમ સામે સ્પેશિયલ અરજ 8295/2017 દાખલ કરી અને અંતે લાંબા ગાળાની હાઇકોર્ટમાં રજૂઆતો બાદ ગુજરાત હાઇકોર્ટ પણ ઔદ્યોગિક અદાલતનો ચુકાદો માન્ય રાખતો હુકમ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્પેશિયલ અરજ ખારીજ કરી હતી તેમજ ઉદ્યોગિક અદાલતના રેફરન્સ આઈટી નંબર 44/2013 ના હુકમો અમલ કરવા 12 અઠવાડિયાની મેહતલ આપી છે.

Most Popular

To Top