શહેરા, તા.૧૫
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ, ગોધરા અને હાલોલ તાલુકાના પાવાગઢના આજુબાજુના કેટલાક ગામોના ખેડૂતો વરિયાલીની ખેતી કરે છે. આ વર્ષે અહીંના ખેડૂતોએ આશરે ૨૦૦ હેકટર ઉપરાંત વરિયાળીની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે.પરંતુ પંચમહાલ જીલ્લામાં વરિયાળીનું ખરીદ કેન્દ્ર ન હોવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે અને તેઓને વરિયાળી વેચવા માટે ગોધરાથી ૩૦૦ કિ.મી. દૂર આવેલ ઉંઝા ખરીદ કેન્દ્ર સુઘી લંબાવવાની ફરજ પડતી હોય છે,જેમાં ખેડુતોને બે થી ત્રણ દિવસના સમય સાથે ભાડા ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. જેને લઈને પંચમહાલ જીલ્લામાં વરીયાળી ખરીદ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે. ભારત પ્રાચીન સમયથી મસાલાની ભૂમિ માટે જાણીતું છે,જેમાં મુખ્ય બીજ મસાલા પાકોમાં જીરું, ધાણા, મેથી અને વરીયાળી વગેરે મુખ્ય છે.જેમાંથી ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં આવતો વરીયાળીની ખેતી તરફ હાલ ખેડૂતો આવી રહ્યા છે.ત્યારે પંચમહાલ જીલ્લામાં ચાલું શિયાળામી સિઝનમાં ૬૩ હેકટરમાં વિવિધ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે છે,જેમાં મકાઈ, ઘઉં ચણા, શાકભાજી, ઘાસચારા સહિતના મુખ્ય પાક લેવામા આવે છે.આ સિવાય જીલ્લાના હાલોલ અને ગોધરા વિસ્તારનાં ખેડુતોએ ૨૦૦ હેકટર ઉપરાંતમાં વલીયારીનો પાક લઈ રહ્યાં છે. જોકે વરીયાળી પાકનું ઉત્પાદન કરતા ખેડૂતો જણાવી રહ્યા છેકે, તેઓ વરીયાળીની ખેતી તો કરી રહ્યા છે ખરીદ કેન્દ્ર પંચમહાલ જીલ્લામાં ન હોવાના કારણે ઊંઝા ખાતે લાબું થવું પડે છે સાથે જ આ વરીયાળી વેચવા માટે ખેડુતને વધૂ મૂશ્કેલીનો સામનો કરવો પડે છે. ખેડૂતોની હાલત જંગલી ભૂંડને લઈ ખુબ જ કફોડી બની ગઈ છે.